હાલમાં આત્મહત્યાના કેસો જાણે કોરોનાના કેસની જેમ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર સામાન્ય કંકાસથી કંટાળી એક દંપતીએ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે. આ દરમિયાન તેમનો અંતિમ વિડિયો પણ સામે આવ્યો છે. એક દંપત્તીએ ઘર કંકાસના કારણે આત્મહત્યાનું પગું ભર્યું છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ પ્રફુલ પટેલના પ્રિયંકા સાથે 2016માં લગ્ન થયા હતા.
જોકે સાસુ વહુ વચ્ચે ઘરકંકાસના કારણે પ્રિયંકા દ્વારા પોતાના પતિને અલગ રહેવા જવા માટે અપીલ કરવામાં આવી હતી. જોકે, પ્રફુલ પોતાના માતા પિતાને છોડવા માંગતો ન હતો. જેના કારણે શનિવારે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રવિવારે પ્રફુલ પટેલને રજા હોવાથી તે ઘરે હતો. પ્રફુલનાં માતા પિતા નજીકમાં સગા સંબંધીના ખબર અંતર પુછવા માટે ગયા હતા.
આગળની રાતના કંકાસનું લાગી આવતા પ્રિયંકાએ પોતાના બેડરૂમમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રફુલ પ્રિયંકાને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને ભાંગી પડ્યો હતો. તેણે પોતાના પુત્રને ઓટલા પર રમવા મોકલીને ઘરનો દરવાજો બંધ કરીને પોતે પણ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.
આ દરમિયાન પ્રફુલના મિત્ર ભાવેશને પ્રફુલનું કામ હોવાથી ભાવેશે પ્રફુલને વારંવાર ફોન કરવા છતા તેણે ફોન નહી ઉપાડતા તે તેના ઘરે પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવવા છતા નહી ખોલતા આખરે તેના માતા પિતાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. ઘરનો દરવાજો તોડીને ખોલતા અંદર ભાવેશ અને પ્રિયંકા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વલસાડની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle