પટેલ પરિવારમાં છવાયો માતમ: સુરતમાં પત્નીના વિરહમાં પતિએ હૈયાફાટ રુદન કરી 7 વર્ષની દીકરી સાથે તાપીમાં લગાવી મોતની છલાંગ

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં સાવકી પુત્રીને માર મારવાના મામલામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીએ ઝેર પી લેતાં ગભરાઈ ગયેલા પતિને લાગ્યું કે જેલ જવું પડશે એવું…

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં સાવકી પુત્રીને માર મારવાના મામલામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીએ ઝેર પી લેતાં ગભરાઈ ગયેલા પતિને લાગ્યું કે જેલ જવું પડશે એવું માનીને પુત્રી સાથે કાપોદ્રા નજીક તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં માછીમારોએ આ યુવકને બચાવી લીધો હતો,પરંતુ માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બીજી બાજુ પત્નીનું પણ મોત નીપજ્યું હતું.

પતિના અગાઉ થયા હતા છૂટાછેડા:
મૂળ જૂનાગઢ(Junagadh)ના લીલવા ગામ(Lilwa village)ના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવિયાની પહેલી પત્ની જલ્પા સાથે છૂટાછેડા થયા હતા. જલ્પાથી તેમને 7 વર્ષીય જિયા નામની દીકરી પણ હતી જે પિતા સાથે રહેતી હતી. સંજયે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા બાદ જિયાના મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝગડો થઇ રહ્યો હતો. જેને લીધે રેખાબેને બુધવારે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. જેને લીધે સંજય ગભરાઈ ગયો હતો કે પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને જેલ જવું પડશે તેમ માનીને તે પણ આત્મહત્યા કરવા માટે દીકરી જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક ગયો હતો. બ્રીજ પર સંજયે હૈયાફાટ રુદન કર્યા બાદ દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું અને જેમાં દીકરીનું મોત થયું હતું અને સંજયનો જીવ માછીમારોએ બચાવી લીધો હતો.

માછીમારોએ સંજયને બચાવી લીધો હતો:
આ દરમિયાન માછલી પકડવાની કામગીરી કરતા માછીમારો અને લોકોએ નદીમાં ડૂબતા સંજયને બચાવી લીધો હતો અને સંજયને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેણે કાપોદ્રા પોલીસને જણાવતા કહ્યું હતું કે, રેખા જીયાને મારતી હતી અને તેને લીધે તેમની વચ્ચે ખુબ જ ઝગડા થતા હતા. જયારે રેખાબેનનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોડી સાંજે ફાયર બ્રિગેડને જીયાની લાશ મળી આવી હતી. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સંજય:
પોલીસે જણાવતા કહ્યું હતું કે, રેખાબેને ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. પત્નીના વિરહમાં સંજયભાઈએ તેની પુત્રીને સાથે લઈને તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં જીયા પુત્રીનું મોત નીપજ્યું હતું અને સંજયભાઈનો જીવ માછીમારોને લીધે બચી ગયો હતો અને હાલ સંજયભાઈની સરથાણા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે માતા-પુત્રીનાં મોત અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *