ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર: ST કર્મચારીઓની હડતાલનો આવ્યો અંત- સરકારે સ્વીકારી આ માંગો

ગુજરાત(Gujarat): રાજ્યમાં ગઈ મધરાતથી જ ST બસના પૈડા થંભી જવાના હતા. પરંતુ હવે તેવું નહિ થાય. એટલે કે હવે ST બસ ચાલુ જ રહેશે. મળતી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ગઈ મધરાતથી જ ST બસના પૈડા થંભી જવાના હતા. પરંતુ હવે તેવું નહિ થાય. એટલે કે હવે ST બસ ચાલુ જ રહેશે. મળતી માહિતી અનુસાર, ST કર્મચારી એસોશીએશનનું સમાધાન સરકાર(Gujarat Government) સાથે થઇ ગયું છે. તેથી ચિંતાનું કોઈ કારણ હાલ નથી.

રાજ્યના ST વિભાગના કર્મચારીઓ બુધવાર રાત્રીથી હડતાલ(ST workers strike) પર ઉતરી જવાના હતા. રાજ્યના તમામ એસ ટી સ્ટેન્ડ પર બસો ભેગી થવાની અને ચક્કાજામ થવાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ રાજ્ય સરકારે દીપાવલીના તહેવારોને ધ્યાને રાખી હડતાલને કારણે કોઈ અફરા-તફરીનો માહોલ ન સર્જાય તેવી કૂનેહથી કર્મચારી એસોશીએશન સાથે વાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વાહન-વ્યવહાર મંત્રી(Minister of Transport) પૂર્ણેશ મોદી(Purnesh Modi)એ 18 માંથી 10 માંગણીઓ મંજૂર રાખતા હડતાલ સમેટાઈ ગઈ હતી અને ST બસ ચાલુ જ રહેશે તેવી માહિતી અપાઈ હતી.

ST કર્મચારીઓની દીવાળી સુધરી:
ST કર્મચારી મહામંડળની કેટલીક લાંબા સમયથી પડતર રહેલી માગણીઓ અને તે અંગે વ્યાપેલો અસંતોષ એ હડતાળનું મુખ્ય કારણ હતું. રાજ્ય સરકાર સાથેની વાતચીતમાં જે માંગણીઓ સ્વીકારવામાં આવી છે તેમાં 7 માં પગાર પંચનો ત્રીજો હપ્તો તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ સાથે કર્મચારીઓના પરિવારજનોને નોકરીના વિકલ્પે નાણાકીય પેકેજ પણ ચુકવવામાં આવશે. ST કર્મચારીઓને 5 ટકા જેટલું DA પણ ચૂકવવા બાબતે સહમતી સાધવામાં આવી છે. વધુમાં ફિક્સ પગાર કર્મચારીઓના નિધન બાદ તેમના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓને બે વર્ષનું બોનસ પણ ચુકવવામાં આવશે.

આ અંગેની આગળની ચર્ચા દીવાળી પછી થશે:
ST કર્મચારી મહામંડળની પડતર 8 માંગણીઓ બાબતે સંભવત દિવાળીના તહેવારો બાદ નિર્ણય લઇ શકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ પુરતું તો ST વિભાગના 944 જેટલા કર્મચારીઓના વારસદારોને આપવાની બાકી રકમની ચુકવણી કરવામાં આવશે. ત્યારે બાકી રહેલી માંગણી અંગેના નિર્ણય દિવાળી બાદ લેવામાં આવે તેવી સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *