સુરતમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટની ઘટના બની છે. જયા એક મહિલા પોલીસ સાથે મારા-મારી કરી રહી છે ટેવો વિડીયો સામે આવી રહ્યો છે. આ હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જરૂરી દસ્તાવેજો ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ મહિલા પોતે વાંકમાં હતી, અને તેની પાસે પૂરતા દસ્તાવેજ પણ ના હતા તેમ છતાં તેણે તેને રોકનાર પોલીસ અધિકારી સાથે મારા મારી કરી હતી.
પહેલા તો આ મહિલા એકલી હતી, અને પોલીસ અધિકારી સાથે લડી રહી હતી, અને ત્યારબાદ આ મહિલાએ તેના સગા-સબંધીને ફોન કરીને બોલાવે છે. અને બધા આવ્યા બાદ મહિલા પોલીસ અધિકારીને ગાળો આપીને તેની સાથે મારા-મારી કરે છે. તેથી પોલીસે તેની સાથે કાયદેસર થતી કાર્યવાહી કરી રહ્યા છે.
જયારે કોઈ પણ દસ્તાવેજ આ મહિલા પાસે ના હોવા છતાં, પોલીસે આ મહિલાને મેમો આપ્યો, પરંતુ આ મહિલાએ પોલીસ અધિકારી પાસેથી મેમો લેવાની ના પાડી દીધી. અને આ મહિલા જાહેર માં પોલીસ સાથે લડવા લાગી અને મોટે મોટે થી ગાળો બોલવા લાગી. અને જાહેર જાણતા સામે પોલીસ અધિકારી સાથે અભદ્રવર્તન કર્યું.
ત્યારબાદ ઘટના સ્થળે આવે પોલીસ ઇન્સ્પેકટર સાથે પણ મારામારી કરવા લાગી અને ના કરવાના કામ કરવા લાગી. દરેક મહિલાઓએ પોલીસ ઇન્સ્પેકટર સાથે પણ મારા મારી કરી તેવું વિડીયો માં સાફ-સાફ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ ઉમરા પોલીસને જાણ કરવામાં આવતાં ડી સ્ટાફ અને મહિલા સ્ટાફે આવીને મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. અને હવે પોલીસ અધિકારી આ મહિલાઓ સાથે કાયદેસર પગલા ભરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.