લિસ્બન: આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે જે દરેકને હચમચાવી દેતા હોય છે. તેમજ અમુક કિસ્સા ચોકાવનારા હોય છે. ત્યારે પોર્ટુગલના લિસ્બનથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાને બગલમાં ખુબ દુ:ખાવો થયો અને તેમાંથી દૂધ નીકળવા માંડ્યુ. જ્યારે મહિલાને ખબર પડી કે તેની બગલમાંથી દૂધ નીકળે છે. ત્યારે તે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી ગઈ.
એક રિપોર્ટ અનુસાર નવજાત બાળકને જન્મ આપ્યાના બે દિવસ બાદ 26 વર્ષની માતાને જમણા હાથમાં દુ:ખાવો થવા લાગ્યો. તેણે દબાઈને જોયું તો તેમાંથી દૂધ બહાર આવવા લાગ્યું. આ દરમિયાન, ગભરાઈને મહિલા તાત્કાલિક ડોક્ટર પાસે ગઈ. બાદમાં ડોક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે, મહિલાની બગલની નીચેનો હિસ્સો ફૂલેલો હતો અને ગોળ હતો. તેમાં એક Lymph Node હતું જેને દબાવવાથી દૂધ બહાર આવતું હતું.
જાણવા મળ્યું છે કે, ન્યૂ ઈંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસિનના જણાવ્યાં મુજબ મહિલાઓમાં આ સમસ્યાને Polymastia કહેવાય છે. આ કારણે મહિલાની બગલમાં Breast Tissue ડેવલપ થઈ ગયું. લગભગ 6 ટકા મહિલાઓમાં આ સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. તજજ્ઞોએ જણાવ્યું કે, Polymastiaમાં મહિલાઓને ખુબ દુ:ખ થાય છે અને તેમને અન્ય કેટલાક પ્રકારની સમસ્યાઓ પણ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.