જો તમારા મોબાઇલમાં આ એપ હોય તો સમજી લો હેક થઈ ગયો છે તમારો ફોન, આજે જ આ એપ કરો ડિલીટ

Zimperium zLabs મોબાઇલ ઠેર્ટ રિસર્ચ ટીમ અનુસાર 2021 માર્ચમાં મેલવેયર ગૂગલ પ્લે સ્ટોર ના મેલિશિયસ એપ, થર્ડ પાર્ટી એપ સ્ટોર અને સાઈડ લોડેડ એપ્સ ના…

Zimperium zLabs મોબાઇલ ઠેર્ટ રિસર્ચ ટીમ અનુસાર 2021 માર્ચમાં મેલવેયર ગૂગલ પ્લે સ્ટોર ના મેલિશિયસ એપ, થર્ડ પાર્ટી એપ સ્ટોર અને સાઈડ લોડેડ એપ્સ ના કારણે ફેલાયો છે.આ મેલવેયર ખૂબ સિમ્પલ ટ્રિક થી કામ કરે છે.આ પહેલા વિકીટમને મલેશિયસ એપ માં તેમના ફેસબુક કેદેન્શિયલ દ્વારા લોગીન કરાવે છે અને બાદમાં યૂઝર્સનો ડેટા ચોરી લે છે.

રિસર્ચ અનુસાર ફલાઇટ્રેપ અલગ અલગ રીતે મોબાઈલ એપ્સ જેવા નેટ ફ્લિક્સ કુપન કોડ, ગૂગલ એડવર્ડ કુપન કોડ અને બેસ્ટ ફૂટબોલ ટીમ વોટિંગ અને પ્લેયર નો ઉપયોગ કરે છે અને આ એપ્સ ડાઉનલોડ થઇ ગયા બાદ યુઝર્સ ને મૂર્ખ બનાવે છે અને ઘણા પ્રકારના સવાલ પણ પૂછે છે.

આ દરેક સવાલના જવાબ મળ્યા બાદ યુઝર્સને ફેસબુક લોગીન પેજ પર ડાયરેક્ટ કરી દે છે અને જેના માટે વોટ આપવા માટે ફેસબુક લૉગિન કરવા માટે કહે છે.મેલવેયર જાવા સ્ક્રિપ્ટ ઈન્જેકશનનો ઉપયોગ કરે છે, જેના દ્વારા તે યુઝર ની ફેસબુક આઇડી,લોકેશન, ઇમેલ એડ્રેસ, IP એડ્રેસ વગેરેનું એક્સસ લઈ લે છે અને બાદમાં ડેટા ચોરી લે છે.

GG Voucher,Vote European Football,GG Coupon Ads,GG Voucher Ads,GG Voucher,Chatfuel,Net Coupon,EURO 2021 આ એપ્સ ફોનમાંથી ડિલીટ કરી દેજો કારણકે તે યુઝર્સને મૂરખ બનાવીને ડેટા ચોરી કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *