ભારતમાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યના શ્યોપુરમાં એક મહિલાએ એક મહિલાએ લગભગ 35 મિનિટમાં છ બાળકોને જન્મ આપ્યો હતો. 35 મિનિટના સમયમાં આ મહિલાએ બે પુત્રી અને ચાર પુત્રોને જન્મ આપ્યો હતો, એમાંથી વજન ખૂબ જ ઓછું હોવાથી બે બાળકીઓનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. બીજાં 4 બાળકોની હાલત પણ હાલમાં ખૂબ જ નાજુક જોવા મળી રહી છે.
સોનોગ્રાફી રિપોર્ટ દ્વારા ડોક્ટરને પણ છૂટ્યો પરસેવો
સોનોગ્રાફી રિપોર્ટ દ્વારા ખબર પડી કે મૂર્તિના ગર્ભમાં બે-ત્રણ નહી પરંતુ 6 બાળકો છે. રિપોર્ટ જોઈને ડોક્ટરોના પણ પરસેવા છૂટી ગયા હતા. તેની સારવાર અને ડિલિવરી કરાવવાનું ખૂબ જ જોખમી હતું. સારી વાત એ રહી કે, મૂર્તિને આ બાળકો સામાન્ય ડિલિવરીથી થયા હતા. મૂર્તિએ લગભગ 35 મિનિટમાં 6 બાળકોને જન્મ આપ્યા હતા, જેમાં 4 બાળક અને 2 બાળકી છે. શ્યોપુરની હોસ્પિટલમાં 23 વર્ષની મૂર્તિએ છ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, મૂર્તિએ નોર્મલ ડિલિવરી દરમિયાન 35 મિનિટમાં છ બાળકોને જન્મ આપ્યો હતો. એમાંથી બધાં જ બાળકોનું વજન 450 ગ્રામથી લઈને 750 ગ્રામ જેટલું હતું. જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોવાથી તમામ બાળકોની સ્થિતિ નાજુક હતી. બાળકોની માતાની તબિયત સ્થિર થઈ હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. મહિલાએ સાતમા મહિને જ બાળકોને જન્મ આપ્યો હતો. એક સમાચાર પત્ર મુજબ, વડોદરાના નિવાસી વિનોદ માલીની 23 વર્ષની પત્નીની મૂર્તિ માલીની પહેલી ડિલીવરી હતી. પ્રસવ પીડા થયા બાદ શનિવારે તેને વડોદરા હોસ્પિટલથી મધ્યપ્રદેશ રાજ્યના શ્યોપુરમાં રેફર કરવામાં આવ્યા હતા.
ગર્ભમાં છ બાળકો છે તે પહેલાંથી હતી ખબર
મૂર્તિનું નિદાન કરનારા ડૉક્ટરોએ અગાઉ જ અધૂરા મહિને ડિલિવરી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી હોવાથી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હતી. ડિલિવરીના થોડા સમય પહેલાં જ મૂર્તિ અને તેના પરિવારજનોને ખબર પડી હતી કે ગર્ભમાં છ બાળકો છે. એ જાણ્યા પછી પરિવારજનો અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ હતી.
પોલેન્ડમાં એક મહિલાએ 6 જુડવા બાળકોને જન્મ આપ્યો
આ પહેલા પણ પોલેન્ડમાં 6 જુડવા બાળકોને જન્મ
આ પહેલા પણ પોલેન્ડમાં સોમવારના દિવસે એક મહિલાએ જુડવા બાળકો નહિ પરંતુ એક સાથે 6 જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે પોલેન્ડમાં આવું પહેલી વાર બન્યું છે. આ 6 બાળકોને ઉત્તરી પોલેન્ડની એક હોસ્પીટલમાં સીઝીરીયન દ્વારા જન્મ આપવામાં આવ્યો હતો. આ છ બાળકોમાં ચાર છોકરી અને બે છોકરા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.