સુરતની આ યુવતીએ સૌથી નાની વયે સ્ટેમસેલ ડોનેટ કરવાનો રેકોર્ડ નોંધાવ્યો, જાણો વિગતે

Published on: 1:09 pm, Sun, 1 March 20

થોડું અજુગતુ લાગે પણ આ એક બહાદુર કિશોરીની ખૂબી છે. નામ તેનું વિશ્વા નરેશભાઈ રાજ્યગુરુ. વિશ્વા એ ૭ વર્ષની તપશ્ચર્યા કરી કલાસિકલ ડાન્સ માં વિશારથ પ્રાપ્ત કરી છે. અસંખ્ય કાર્યક્રમો માં તેને પોતાની આગવી શૈલી થી નુત્ય કરી લોકોના મોહ મોહી લીધા છે. આવાં જ એક કાર્યક્રમ માં તેને કોઈના જીવન બચાવવા માટેના અભિયાન માં ભાગ લીધો હતો. આ અભિયાન હતું દાત્રી સંસ્થા દ્વારા કેન્સર નાં દર્દીઓને તેમના જીવનદાતા એવા રક્તકણોનાં દાતા ઓ શોધી આપવાનું અને દાન ની પ્રક્રિયા માં મદદ તેમની કરવાની.

47CF3CE5 5896 4023 868906EAB4CC61DB source - Trishul News Gujarati Breaking News

સુરત શહેરના એક સ્નેહમિલન કાર્યક્રમ માં આ કેમ્પ કરવાંમાં આવેલો હતો. આ કાર્યક્રમ માં વિશ્વા એ એક સ્ટેમસેલનાં દાતા તરીકે પોંતાનું નામ નોધાવેલ અને લાળ નું એક નમૂનો આપ્યો હતો. અને 3 વર્ષ પછી એક કેન્સરના દર્દી સાથે તેના રક્તકણો મેચ થયા.

ભારતીય દર્દી ઓ માટે મેચ મળવાની સંભાવના 10,000 માં એક થી માંડી લાખોમાં એક હોય છે. કોઈ અજાણ્યા દર્દી ની મદદ કરવા તેની તરત જ હામ ભરી અને દાન માટે તૈયારી બતાવી. વિશ્વાનાં આ નિર્ણયને તેના ઘરનાં લોકોએ પણ સહર્ષ સ્વીકાર કર્યો. વિશ્વના પિતા પોતે પણ નિયમિત રીતે રક્તકણો નું દાન કરે છે. અને વિશ્વને પણ ઉમદા કાર્ય માં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું.

7df1dffe 9951 11e8 9a20 262028f49e8a 1280x720 195456 - Trishul News Gujarati Breaking News

વિશ્વા સુરત શહેર ની ૩ જી મહિલા દાતા છે જેને પોતાના સ્ટેમસેલ દાન કરી કોઈને નવજીવન બક્ષ્યું. વિશ્વાની એક ખૂબી એ પણ છે કે તે એક નીડર કિશોરી છે. વિશ્વા ની હાથ ની નસ નબળી હોવાથી તેનું દાન થોડું મુશ્કેલ હતું. આવા સમયે તેને પોતાની સાથળ ની નસ દ્વારા રક્તકણો દાન કરી અને એક જીવનદાન આપ્યું. દાનના બીજા જ દિવસે તેની B.Ed. પણ શરૂ ની પરીક્ષા પણ હતી પરંતુ કહેવાય છેને જ્યાં ચાહ ત્યાં રાહ. સલામ છે આ યુવતીને જેને અન્યને મદદરૂપ થવા આ પગલું ભર્યું….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.