માતાએ આપ્યો જલપરી જેવા દેખાતા બાળકને જન્મ- ડોકટરો પણ ભૂલ્યા ભાન

આજના સમયમાં દુનિયાભરમાંથી ઘણી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. અને સોશિયલ મીડિયા(Social media) દ્વારા સૌ કોઈ જાણી શકે છે. હાલમાં જ એક અનોખી ઘટનાએ…

આજના સમયમાં દુનિયાભરમાંથી ઘણી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. અને સોશિયલ મીડિયા(Social media) દ્વારા સૌ કોઈ જાણી શકે છે. હાલમાં જ એક અનોખી ઘટનાએ ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે. આ કિસ્સો ખુબ જ ચોંકાવનારો છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદની(Hyderabad) પેટલાબુરાજ મેટરનિટી હોસ્પિટલનો (Petlaburaj Maternity Hospital) જણાવવામાં આવી રહ્યો છે. અહીંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાએ જલપરી જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો છે. જાણવા મળ્યું છે કે, આ બાળકના જલપરી જેવા દેખાવને કારણે આ બાળકને જોવા લોકોની ભીડ ઉમટી હતી. તેને ‘મરમેઇડ બેબી’ કહેવામાં આવી રહી છે.

પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે, બે કલાક પછી બાળકનું મોત થયું હતું. આ બાબતે ડોક્ટરે જણાવ્યું કે બુધવારે સાંજે મહિલાએ જલપરી આકારના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ડોક્ટર દ્વારા આ અનોખા બાળક વિશે જાણવા મળ્યું છે કે, આવા બાળકના જન્મથી જ બંને પગ સંપૂર્ણપણે એકબીજા સાથે ચોંટી ગયા છે. તે જ સમયે, શરીરનો નીચેનો ભાગ સંપૂર્ણપણે માછલી જેવો દેખાતો હતો. બાળકને સિરેનોમેલિયા (મરમેઇડ સિન્ડ્રોમ) નો રોગ હતો. આવા બાળકો ભાગ્યે જ જોવા મળે છે. આ રોગથી પીડિત લોકોને શિશ્ન અને કિડની હોતી નથી તેવું જાણવા મળ્યું છે.

તે જ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, આવા વિચિત્ર બાળકો 30 મિલિયન ડિલિવરી દરમિયાન જન્મે છે. પરંતુ, આવા બાળકના બચવાની સંભાવના ઓછી છે તે સૌથી ગંભીર બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *