મારી પત્ની તાપી બ્રીજ પર ઉભી છે તેને બચાવી લો!- લંડનથી પતિનો સુરત પોલીસને ફોન આવ્યો અને…

પારિવારિક કારણોનાં લીધે કંટાળીને સુરત શહેરનાં અડાજણમાં રહેતી પરિણીતા બ્રિજ ઉપર ગઈ હતી. ત્યાંથી લંડન રહેતા પતિને વીડિયો કોલ કરીને પોતે આપઘાત કરવા માટે આવી હોવા અંગેનું જણાવી ફોન કાપી નાંખતાં ડરી ગયેલ પતિ દ્વારા લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરીને મદદ માંગી હતી. અડાજણ પોલીસની દોડાદોડીમાં આ મહિલા ઘરે હેમખેમ પછી આવી હતી.

સોમવારનાં રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રુમનાં ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ બહુ ડરી ગયેલી હતી. તેણે તેનું નામ આપવાની સાથે જ પોતે લંડનમાં નોકરી કરતો હોવા અંગેનું અને પત્ની તેમજ પુત્રી સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાં રહેતાં હોવા અંગેનું જણાવ્યું હતું. અમુક સમય જ અગાઉ એની પત્નીએ વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં તે નદીનાં બ્રિજ ઉપર ઊભી હોવા અંગેનું તેમજ નીચે પાણી બતાવી પોતે આપઘાત કરવા આવી હોવા અંગેનું જણાવી ફોન કાપી નાંખ્યો હોવા અંગેનું જણાવી અઘટિતની આશંકા સાથે પોલીસ પાસે મદદ માંગવામાં આવી હતી.

આ મહિલાને બચાવવા માટે ઝડપી કામગીરી કરવી જરૃરી હોઈ કંટ્રોલ રૃમમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ત્વરિત અડાજણ પોલીસ ઇન્સપેક્ટર ભગીરથસિંહ સગરને જાણ કરવાની સાથે જ ગ્રુપ મેસેજ પાસ કરાવી જે પણ P.C.R. વાનને એમની આજુબાજુનાં ખાસ કરીને અડાજણને જોડતાં બ્રિજ ચેક કરવા માટેની સૂચના આપી હતી. ફોન મળ્યાનાં 5 જ મિનિટે અડાજણની P.C.R. વાન સરદાર બ્રિજ ઉપર પહોંચી હતી. આ મહિલા ન મળતાં પોલીસ એનાં ઘરે પહોંચી હતી. અહીંયા એની 17 વર્ષની સગીર પુત્રી મળી આવી હતી. જોકે, અમુક સમય પછી આ મહિલા પણ તેનાં ઘરે પાછી ફરી હતી.

આપઘાત કરવાનાં ઇરાદે બ્રિજ ઉપર પહોંચેલી મહિલાને કારણ પૂછતાં પારિવારમાં થયેલી સાવ સાધારણ વાત કારણભૂત હોવા અંગેનું જણાવતાં પોલીસે મહિલાનાં ભાઈને તેડાવ્યો હતો તેનાજ મહિલાનું કાઉન્સેલિંગ કરી જિંદગી કેટલી કીમતી છે એની સમજ આપીને હાસ્યની સાથે ઘરે પરત મોકલી હતી.

અડાજણ તેમજ કંટ્રોલ રૃમનાં કર્મચારીઓને C.P.એ ઇનામ જાહેર કર્યું
મહિલાને બચાવવા કોલ આવ્યો ત્યારથી જ તે મળી નહિ ત્યાં સુધી કંટ્રોલ રૃમ તેમજ અડાજણ પોલીસનાં કર્મચારી ભાગદોડમાં રહ્યા હતા. જ્યારથી કોલ લાગ્યો ત્યારથી આ મહિલાને શોધવા માટે દોડાદોડી કરતા કંટ્રોલ રુમનાં અધિકારી તેમજ કર્મચારી, અડાજણ પોલીસ ઇન્સપેક્ટર તેમજ P.C.R. વાનનાં કર્મચારીને પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *