આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલા ખૂબ ચર્ચામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે, આ મહિલાએ પોતાના પાલતુ ડોગ માટે એક એવું કામ કર્યું હતું જે જાણતા બધા જ લોકો હેરાન થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ મહિલાએ પોતાના પાલતુ ડોગ માટે કરોડો રૂપિયાની હીરા ચેઈન બનાવડાવી છે. એટલું જ નહીં હવે એ ડોગ અને તેના કોલરની રક્ષા કરવા માટે આ મહિલા દ્વારા એક બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યો છે. તો ચાલો આજે જાણીએ આ મહિલા અને તેના પાલતું ડોગની કહાની.
કહેવાય રહ્યું છે કે, આ મહિલા લંડનની રહેવાસી અને તેનું નામ નૈથલી નોફ છે. જયારે આ મહિલા એક પ્રોફેશનલ જ્વેલર છે. આ મહિલા પાસે ચાર વર્ષનો એક પાલતું પોમએરિયન ડોગ પૉલી છે. આ મહિલાને તે ડોગ એટલો ગમે છે કે તે તેના પર ખૂબ પૈસા અને પ્રેમ વરસાવે છે. મળતી માહિતી અનુસાર તેમણે પોતાના આ પોમએરિયન ડોગ પૉલી માટે 5 કરોડ રૂપિયાનો એક ડાયમંડ ચેન કોલર પણ તૈયાર કરાવ્યો છે.
દર વર્ષ થતા ડોગ શોમાં તેણે તેના ડોગને આ ચેન પહેરાવી હતી. જેને જોતા લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. કહેવાય રહ્યું છે કે, આ ચેન 15 કેરેટનાં હીરાથી બનાવવામાં આવી છે. વધુમાં નૈથલી જણાવે છે કે, ડોગના ગળામાં રહેલ આ હીરાની ચેનની રક્ષા કરવા માટે તેમણે એક બોડીગાર્ડ પર રાખેલ છે. આ બોડીગાર્ડ દરેક સમયે ડોગનું અને તેના ગળામાં પહેરાવવામાં આવેલ ચેનનું ધ્યાન રાખે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા પોતાના ડોગથી ખૂબ પ્રેમ કરતી હોવાથી તેણે પોતાના ડોગ માટે ગિફ્ટ લાવવાનું પસંદ કર્યું હતું. જયારે તેણે ગીફ્ટમાં ડોગ માટે એક હીરાની ચેન બનાવવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી અનુસાર તેનો ડોગ પોમએરિયન બ્રીડનો છે. જે હાલ 4 વર્ષનો છે. જયારે તેની માલકિનનું કહેવું છે કે, મારા ડોગને પણ હક છે કે તે પણ મારા જેમ સુંદર દેખાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.