સુરતની 38 વર્ષીય મહિલાએ સ્કૂલ ફ્રેન્ડની વાતોમાં આવી પોતાના પતિને છૂટાછેડા આપી દીધી હતા. અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. પણ બાદમાં તેનો ફ્રેન્ડ તેને છોડીને દિલ્હી પોતાની પત્ની પાસે ભાગી ગયો હતો. જે બાદ પરિણીતા એ મનોજ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, 38 વર્ષીય મહિલા અલથાણા વિસ્તારમાં રહે છે અને વેસુની ખાનગી સ્કુલમાં ટીચર છે. 2004માં લગ્ન બાદ સંતાનોમાં તેઓને 14 વર્ષ અને 6 વર્ષની એમ બે દીકરીઓ છે. થોડા સમય પહેલાં દિલ્હી ખાતે રહેતો અને ચાંદની ચોકમાં સાડીનો વેપાર કરતાં બે સંતાનનો પિતા મનોજ ગોયલના સંર્પકમાં આવી હતી. મનોજ તેનો સ્કૂલ સમયનો ફ્રેન્ડ હતો.
સ્કુલ સમયે સારા ફ્રેન્ડ હોવાના કારણે મનોજ સાથે મહિલાની ફ્રેન્ડશીપ પાછી વધી ગઈ અને મુલાકાતો પણ વધી ગઈ. એક સમયે મનોજે મહિલાને પોતાની પત્નીથી કંટાળી ગયો હોવાની વાત કહી હતી. અને પોતે તેને સ્કૂલ ટાઈમથી લવ કરતો હોવાનું કહી લગ્ન કરવા માટે કહ્યું હતું. અને કહ્યું હતું કે, હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઈશ. 24 જુલાઈ 2019ના રોજ દિલ્હીમાં મહિલાએ મનોજ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાં તેનું રજિસ્ટ્રેશન પણ કરી લીધું હતું. અને ત્યારબાદ તેઓ સુરત રહેવા આવી ગયા હતા.
સુરતની મહિલાને દગો:
એક મહિનો સુરતમાં રહ્યા બાદ મનોજે મહિલાને કહ્યું કે, દિલ્હીમાં પત્નીએ કેસ કરેલ હોવાથી તેને દિલ્હી જવું પડશે. પણ આમ કહી મનોજ દિલ્હી ગયો તે ગયો પછી પરત જ ન ફર્યો. જે બાદ મહિલાએ મનોજને ફોન કરીને પુછ્યું તો જે જવાબ મળ્યો તેનાથી મહિલાના પગ નીચેની જમીન સરકી ગઈ. મનોજે કહ્યું કે, હવે તે સુરત આવવાનો નથી. તેની પત્નીને સબક શિખવાડવા માટે લગ્ન કર્યા હતા.
મહિલા ન ઘરની કે ન ઘાટની:
મિત્રએ જ આટલો મોટો વિશ્વાસઘાત કરતાં જ મહિલા ન ઘરની કે ન ઘાટની રહી હતી. પણ આ મહિલાએ પણ પોતાના ધોકો આપનાર દુશ્મન એવાં મિત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધી લીધી હતી. ત્યારે વર્ષો જૂના એક મિત્રને કારણે મહિલાનો પરિવારનો માળો વેરવિખેર તો થઈ ગયો, પણ સોનેરી સપનાં દેખાડી દિલ્હીનો કબૂતર છૂ પણ થઈ ગયો. હવે મહિલાનો આ કિસ્સો અનેક લોકો માટે આંખ ઉઘાડનારો સાબિત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.