જનઔષધિ કેન્દ્રોના લાભાર્થીઓ સાથેના સંવાદ દરમ્યાન વડાપ્રધાન મોદી ભાવુક થયા. કાર્યક્રમમાં દેહરાદુનથી લકવાથી પીડિત દીપા શાહ નામની એક મહિલા સાથે પીએમ મોદીએ સંવાદ થયો હતો. આ કાર્યક્રમમાં લકવાગ્રસ્ત દીપાએ જણાવ્યું કે, જનઔષધિ દવાઓને કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી સુધરી રહી છે અને ખર્ચ પણ ઘણો ઓછો થઇ રહ્યો છે.
દીપાની વાત પર મોદી ભાવુક થઇ ગયા
કાર્યક્રમમાં દીપા શાહે આ આ વાત કહી. તેઓએ કહ્યું 2011મા મને લકવો થયો હતો, હું બોલી શકતી નહોતી. સારવાર જે ચાલી રહી હતી તે ખૂબ જ મોંઘી હતી તેના લીધે ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. પછી જન ઔષધિ દવાઓ લેવાનું શરૂ કર્યું. તેના લીધે પૈસા બચ્યા. પહેલાં દવાઓ 5000ની આવતી હતી, હવે 1500ની આવે છે. બાકી બચેલા પૈસામાં ઘર ચલાવું છું, ફળ ખાઉ છું. મહિલએ આગળ કહ્યું ક ‘મેં ભગવાનને તો નથી જોયા પરંતુ ભગવાનના રૂપમાં મોદીને જોયા છે’ આમ બોલતા મહિલા રડવા લાગી. દીપાની આ વાત પર વડાપ્રધાન મોદી પણ ભાવુક થઇ ગયા.
#WATCH Prime Minister Narendra Modi gets emotional after Pradhan Mantri Bhartiya Janaushadi Pariyojana beneficiary Deepa Shah breaks down during interaction with PM. pic.twitter.com/Ihs2kRvkaI
— ANI (@ANI) March 7, 2020
તમારો હોંસલો સૌથી મોટો ભગવાન છે: મોદી
મોદીએ દીપાને સંબોધિત કરતાં કહ્યું કે, તમે બીમારીને હરાવી છે. તમારો હોંસલો સૌથી મોટો ભગવાન છે. એ જ તમારો ભગવાન છે. તેના લીધે જ તમે આ સંકટમાંથી બહાર નીકળી શકયા. ત્યારબાદ મોદીએ જેનરિક દવાઓના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આ દવાઓથી દીપા ઠીક થઇ, આ પુરાવો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર કોઇ દવાથી આ દવાઓ કંઇ કમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.