હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે. મોટાભાગની મહિલાઓ માટે માતા બનવું એ જીવનનું સૌથી મોટું સુખ ગણાય છે પણ ઘણીવાર મેડિકલ કન્ડિશનને લીધે માતા બનવું અસંભવ બની જતું હોય છે. આવું નાઓમી એલનની સાથે થયું જ્યારે તેને જાણ થઈ કે, તેના શરીરમાં ગર્ભાશય જ નથી. પરંતુ તેમ છતાં એલન માતા બની.
ન યુટ્રસ, ન વોમ્બ:
સ્કોટલેન્ડની નાઓમી એલને સૌપ્રથમવાર અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું ત્યારે મેડિકલ સ્ટાફને લાગ્યું કે, કદાચ નાઓમી યોગ્ય રીતે પાણી પીને આવી નથી કે, જેને લોધે તેના શરીરમાં ગર્ભાશય દેખાઈ રહ્યું નથી. MRI સ્કેન પછી જાણ થઈ કે, નાઓમીના શરીરમાં ન તો યુટ્રસ છે અને ન વુમ્બ. જેથી તે ક્યારેય માતા બની શકશે નહીં.
પિરિઅડ ન થવાની જાણ તેની માતાને થઈ:
નાઓમીની આ રૅર સ્તિથી અંગે નાનપણમાં જ તેના ઘરના લોકોને સંકેત મળી ગયો હતો. નાઓમીની આ સ્તિથી અંગે તેની માતાને ત્યારે જાણ થઈ જ્યારે તે 12 વર્ષની હતી. સામાન્ય રીતે આ ઉંમરમાં છોકરીઓ પિરિઅડમાં થવા લાગે છે, પણ નાઓમી નહોતી થઈ. ત્યારપછી નાઓમીની માતા તેને ડૉક્ટરની પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે તેનું કાઉન્સિલિંગ કરતા આ વાતને ગંભીરતાથી ન લઈને તે બિનધાસ્ત થઈને આરામથી પોતાનું જીવન જીવતી રહી હતી.
નાઓમીને મેયર રોકીટાન્સ્કી ક્યુસ્ટર હોઝર નામની દુર્લભ મેડિકલ કન્ડિશન હતી. જેમાં મહિલાના શરીરમાં ફિમેલ એગ્સ તો બને છે પણ ક્યારેય સર્વિક્સ તથા યુટ્રસ જેવા અંગ બનતા નથી. MRKH સિન્ડ્રોમ 5,000 મહિલામાંથી એકને અસર કરે છે.
નાઓમીને આઘાત લાગ્યો હતો કે, જયારે તેના બોયફ્રેન્ડે જ તેની મજાક ઉડાવી હતી. ત્યારપછી નાઓમીએ પોતાના નવા બોયફ્રેન્ડને તેની આ સ્થિતિ અંગે વાત કરતા એણે પોતાના બાયોલોજિકલ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમનો આ પ્રયાસ સફળ રહેતા સરોગસી દ્વારા નાઓમી એલન તેમજ તેના બોયફ્રેન્ડ સેમની દીકરી ઈલિયાના આ દુનિયામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.