આણંદ(ગુજરાત): સોમવારે સવારે આણંદ શહેરના ટાઉન હોલ નજીકના રણછોડરાયજી મંદિર પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં આરોપી મહિલા ચાલકને પકડવામાં આણંદ શહેર પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે. ત્યારે બીજી તરફ પ્રેમવતી હોટલના સીસીટીવી કેમેરામાં મહિલા આરોપી કેદ થઈ ગઈ છે. આ આરોપી મહિલા નજીકની એક ફળફળાદિની લારી પરથી ફળ ખરીદ્યા પછી તે કારમાં બેસીને કાર ચલાવવા માંડે છે.
મળતી માહિતી અનુસાર, તે સમયે કારથી થોડે દૂર એક વૃદ્ધ બેઠા હતા. ત્યારે મહિલાએ આમતેમ જોયા વગર જ કારને સીધી ચલાવી મૂકી હતી. જેને કારણે બાજુમાં બેઠેલો વૃદ્ધ કાર નીચે આવી ગયો હતો. સમગ્ર ઘટના પછી લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં જ સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા એક વિડિયોમાં ચાલક મહિલાની નજીકમાં જ એક પોલીસકર્મી મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. પોલીસ હજુ આરોપી મહિલાની અટકાયત કરવામાં નિષ્ફળ નીવડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ સ્ટેશને મહિલા ઘટના પછી હાજર થઈ ગઈ હતી અને તેણે પીઆઈ યશવંતસિંહ ચૌહાણ સમક્ષ પોતાની ભૂલ ન હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન, પોલીસ દ્વારા કાર નંબર જીજે 23 બીએલ 3495 દ્વારા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધના પરિવારની શોધીખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી અજાણ્યા મૃતકના પરિવારની જાણ થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.