અબજોની સંપત્તિના માલકિન હોવા છતાં આ મહિલા શાકભાજી વેચી જીવી રહ્યા છે સાદગીપૂર્ણ જીવન

શાકભાજી વેંચનારી આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના ધર્મપત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધામૂર્તિ છે. તે તેમના જીવન કાલ દરમ્યાન પહેલેથી જ સાદગીપૂર્વક જીવન જીવી રહ્યા છે.

અબજો રૂપિયાની સંપત્તિના માલિક સુધામૂર્તિ સાદગીપૂર્ણ જીવન જીવે છે એ તો સૌ કોઈ જાણે છે પણ સામાન્ય માણસની જેમ કેટલાક સામાન્ય ગણાતા કામ કરીને પોતાના અહંકારને ઓગળવાનું કામ પણ કરે છે. દક્ષિણ ભારતના એક મંદિર બહાર બેસીને વર્ષના અમુક દિવસો સુધામૂર્તિ શાકભાજી વેંચીને તેમાંથી થતી આવકથી મંદિરમાં સેવા કરે છે.

એ ઈચ્છે તો સીધા જ કરોડો રૂપિયાનું દાન કરી શકે પણ તેઓ કહે છે કે, ‘સંપત્તિ દ્વારા સેવા થાય એ તો સારું જ છે પણ શરીર દ્વારા સેવા થાય એની મજા કઈક અલગ છે. લોકો જેને સામાન્ય કામ સમજે છે એવું કામ કરવાથી આપણો અહંકાર પણ ધોવાય જાય છે અને એ વાત પણ સમજાય છે કે, જીવનમાં કોઈ કામને ક્યારેય સામાન્ય ન સમજવું જોઈએ.’

સુધામૂર્તિ બીજા મંદિરોમાં પણ સેવા કરવા જાય છે અને ગુરુદ્વારામાં પગરખાં સાફ કરવાની પણ સેવા કરે છે. થોડી સંપત્તિ આવતાની સાથે જ જેના તેવર બદલાવ માંડે છે એવા સજ્જનોએ સુધામૂર્તિના જીવનમાંથી શીખ લેવા જેવી ખરી. જો કે આ સદગુણ સૌ કોઈએ આત્મસાત કરવા જેવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *