કાશ્મીર ફાઈલ્સમાં જે મહિલાને ઉભી ચીરી નાખવામાં આવી હતી તેના પરિવારે કર્યો મોટો ખુલાસો- સાંભળો

ગુજરાત(gujarat): રાજકોટ(Rajkot)ના કાશ્મીરી પંડિત પ્યારેલાલ(Kashmiri Pandit Pyarelal) કાશ્મીરમાં વિતાવેલા દિવસોની દર્દનાક આપવીતી જણાવતા કહે છે કે, ‘મારો જન્મ કાશ્મીરના બારામુલ્લાના એક નાના ગામમાં થયો હતો.…

ગુજરાત(gujarat): રાજકોટ(Rajkot)ના કાશ્મીરી પંડિત પ્યારેલાલ(Kashmiri Pandit Pyarelal) કાશ્મીરમાં વિતાવેલા દિવસોની દર્દનાક આપવીતી જણાવતા કહે છે કે, ‘મારો જન્મ કાશ્મીરના બારામુલ્લાના એક નાના ગામમાં થયો હતો. અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો પરિવાર સાથે કાશ્મીરમાં રહેતા હતા. અમારી સાથે અન્ય કાશ્મીરી પંડિતો, શીખ સહિત હિંદુઓ રહેતા હતા. મારા લગ્ન 14 ઓક્ટોબર 1989માં થયા, લગ્નના ત્રણ મહિના થયા હતા ત્યારે જ કાશ્મીરમાં સ્થિતિ બેકાબૂ થઇ.‘

કાશ્મીરી પંડિત પ્યારેલાલ જણાવે છે કે, ‘અમને કાફિર કહી ધુતકારતા, તેમને મહિલાઓ જોતી હતી અમને કહેતા કે મુસ્લિમ બનો, ભાગી જાવ અથવા મરી જાવ પણ કાશ્મીરને પંડિતોથી આઝાદી આપીશું. સૌથી વધુ 1990માં સ્થિતિ ખરાબ થઇ પરંતુ તેની શરૂઆત ખૂબ પહેલાથી જ થઇ ગઈ હતી. તાજેતરમાં જ જે ફિલ્મ આવી છે ‘ધ કાશ્મીર ફિલ્મ્સ’ તેમાં જે મુખ્ય મહિલાને જાહેરમાં કાપી નખાય છે તે મારી પિતરાઈ બહેન છે. હકીકતમાં તેનું નામ ગિરજા ટીકુ હતું. તે કાશ્મીરમાં લેબ આસિસ્ટન્ટ હતી. 11 જૂન 1990માં કાશ્મીરના કુપવારા જિલ્લામાં તેના પર બળાત્કાર ગુજાર્યો અને પછી જાહેરમાં જ કાપી હત્યા કરી દીધી.’

પ્યારેલાલ કહે છે કે, ‘કાશ્મીરમાં એ લોકો પંડિતો સહિતના હિંદુઓનું લિસ્ટ બનાવતા અને ક્રમ પ્રમાણે હત્યા કરતા હતા. મારું નામ પણ લિસ્ટમાં હતું મને જે-તે સમયે 23 ફેબ્રુઆરીના શિવરાત્રીને દિવસે મારવાના હતા પરંતુ મને આગલી રાત્રે જ જાણ થઇ જતા પત્ની સાથે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા, રાતોરાત એક ટ્રકમાં છુપાઈને અમે જમ્મુ પહોંચી ગયા અને હું બચી ગયો. કાશ્મીરી પંડિતો સહિત હિંદુઓની હત્યા કરીને તેમની લાશને ફરતે તેઓ નાચતા-જશ્ન માનવતા.

કાશ્મીરી પંડિત પ્યારેલાલ વધુમાં જણાવતા કહે છે કે, એક દિવસ અમારા ઘરની બારી જોર જોરથી ખખડી, મેં બારી ખોલી આતંકીએ મારા કપાળ પર જ ગન રાખી, હું ગભરાયો અને પાછળ જવા જતા પડી ગયો. પછી તેઓ ઘર પર ગોળીબાર કરી જતા રહ્યા. તાજેતરમાં જે ફિલ્મ રિલીઝ થઇ છે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ તેમાં 1% પણ ખોટું બતાવ્યું નથી, તમામ બાબતો-દૃશ્યો, સ્ટોરી હકીકત દર્શાવી છે, પરંતુ ફિલ્મમાં જે બતાવ્યું છે એ માત્ર 5% જ છે. અમે ત્યાં જે નજરે જોયું છે, જે દિવસો પસાર કર્યા છે તે જોઈ શકાય કે કહી શકાય એવા નથી. ‘90માં જે થયું તે હકીકત બતાવવા તો 10 કલાકની ફિલ્મ પણ ટૂંકી પડે.’

તેઓ આગળ કહે છે કે, ‘જાહેરમાં મહિલાઓના રેપ થતા, કાપી નાખી હત્યા કરવામાં આવતી, બાળકોને પણ છોડતા નહીં. કેટલાકને આંખોએ ગોળી મારતા આ બધું ખૂબ દર્દનાક હતું, કંપારી છૂટી જાય એવું હતું હજુ પણ યાદ કરતા નજર સામે દૃશ્ય ખડું થઇ જાય. આખરે સરકારે કલમ 370 અને 35(A) નાબૂદ કરી રાહત આપી. 2019 સુધી અમે જમ્મુમાં હતા, પુત્ર એન્જિનિયરિંગ કરવા રાજકોટ આવ્યો એટલે અમે રાજકોટ શિફ્ટ થયા.’- નિહિર પટેલ સાથે વાતચીત થયા મુજબ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *