ભારત દેશના વીર જવાનો પોતાના જીવની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર માભોમની રક્ષા કરે છે. દુશ્મો સાથે લડી લેવાની તાકાત ધરાવે છે અને દેશના લોકોની ખુબ જ ચિંતા કરે છે. ત્યરે હમણાં જ થોડા દિવસ પહેલા ભારતના વીર જવાનોએ એવું કાર્ય કર્યું છે કે, તમારી છાતી ગર્વથી પહોળી થઇ જશે. હાલમાં કોરોનાની મહામારીમાં ઘણા લોકોને લોહીની પણ જરૂર પડે છે.
ત્યારે કોરોનાને કારણે રક્તદાન શિબિર પણ યોજી શકાય ન હતી. જેને કારણે બ્લડ બેંકમાં લોહીની ભારે અછત અનુભવાય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન કેટલાય બાળકોને તેમનું જીવન ટકાવી રાખવા દરરોજ લોહીની જરૂર પડે છે. ત્યારે આવા લોકોની વહારે ભારતના વીર જવાનો મદદે આવ્યા છે.
દક્ષિણ કમાન્ડ હેઠળ ભૂજ ખાતેના ભારતીય એરફોર્સના યુનિટે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની બ્લડ બેન્કના સાથથી ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયાના દર્દીઓને તેમના સમયઅનુસાર તેમણે લોહી આપવું જરૂરી છે.
કોરોનાની મહામારીમાં સામાન્ય રીતે જેમ રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે જે યોજી શકાયા નથી. ત્યારે આવા સમય દરમિયાન થેલેસેમિયાના દર્દીઓને લોહીની ખુબ જ જરૂર પડે છે. આ સ્થિતીને જોતા વીર જવાનોએ થેલેસેમિયાના દર્દીઓ માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
થેલેસેમિયાના દર્દીઓને લોહીની ખુબ જ જરૂર પડે છે. જેમાં મોટા ભાગે બાળકોનો સમાવેશ થયા છે. જે બાળક થેલેસેમિયાથી પીડાતા હોય અને તે બાળકોને જો લોહી ન મળે તો તે લોકો નબળા પડતા જાય છે. લાંબા સમય સુધી તેમણે લોહી ન મળે તો તેમનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. આમ લોહીની અછત ને કારણે કોઈ બાળકને પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે સૈનિકોએ રક્તદાન શિબિર યોજી હતી અને અનેક જવાનોએ શિબિરમાં રક્તદાન પણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.