મોટાભાગના યુવાનો નિષ્ફળ થયા બાદ નિરાશ થઇ જતા હોય છે અને જીવવાની ઉમેદ છોડી દે છે. પરંતુ અમુક એવા યુવાનો હોય છે કે જેઓ હારમાં પણ જીત ની શોધ કરે છે અને સફળ પણ થાય છે. UPSC એક્ઝામ ટોપર રુકમણી રિયાર પણ આમાંનું એક નામ છે. તેમણે ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ થી માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવાનું શરૂ કર્યું. તેમણે પહેલાં જ પ્રયત્નમાં યુપીએસસી પરીક્ષાના ટોપર્સ લિસ્ટ માં પોતાનું સ્થાન બીજા નંબરે મેળવ્યું. સૌથી અગત્યની વાત તો એ છે કે તેમણે સફળતા મેળવવા માટે કોઇ કોચીંગ ક્લાસની મદદ લીધી નથી.
સ્કૂલમાં નાપાસ થતા ડિપ્રેસનમાં આવી ગઈ હતી
હોશિયારપુરના રીટાયર્ડ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ઓર્ટોની બલવિંદર સિંહ ના ઘરે જન્મેલ રુકમણી ને ખૂબ જ નાની ઉંમરમાં હોસ્ટેલમાં ભણવા મોકલવામાં આવી. પરંતુ અહી રુકમણી સ્કૂલનો પ્રેશર સહન ન કરી શકી અને છઠ્ઠા ધોરણમાં નાપાસ થઈ. ત્યારબાદ તે ડિપ્રેશનમાં આવી ગઈ. ડિપ્રેશનને કારણે તે પરિવાર અને ટીચર સામે જતી ન હતી.
મહેનત કરીને બની સફળ IAS
ઘણા બધા દિવસો વીતી ગયા પછી અન્ય બાળકોથી અલગ-અલગ રહેતી રુકમણી એ ફરી એક વખત સખત મહેનત કરીને સફળ થવાનું મન બનાવી લીધું. આ રીતે તેને અસફળતાનો મુકાબલો કર્યો અને જીત મેળવી. ત્યારબાદ તેણે આગળ ની શિક્ષા માટે ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ માં એડમિશન લીધું અને ત્યાં માસ્ટર ડીગ્રી મેળવી. આ દરમિયાન તેમણે ઘણા એનજીઓમાં પણ કામ કર્યું. માસ્ટર ડિગ્રી બાદ સિવિલ સર્વિસની તૈયારી કરીને 2011માં કોઈપણ પ્રકારનું કોચિંગ કે ટયુશન લીધા વગર તેમણે બીજા નંબરે પરીક્ષા પાસ કરી અને IAS બન્યા.
આ હતી રુક્મણિ ની સફળતાની કહાની. માણસના જીવનમાં નિષ્ફળતા તો ઘણી વખત આવે છે પરંતુ સફળ એ જ બને છે જે નિષ્ફળતામાં હાર માન્યા વગર મહેનત કરીને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.