આપણે સૌ અવાર નવાર યુવક અને યુવતીના કિસ્સાઓ સાંભળતા હશુ. ત્યારે હવે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરા શહેર નજીક અનગઢ ખાતે રહેતી એક યુવતીને અન્ય યુવક સાથે શારીરિક સબંધો બંધાયા હતા. યુવતીએ પોતાના જન્મદિવસ પર પોતાના પ્રેમીને શારીરિક સુખ માણવા માટે ઘરે બોલાવવાનું કહેવામાં આવ્યું હતું. પત્નીએ દબાણમાં આવીને પ્રેમી યુવકને ફોન કર્યો હતો.
યુવક પ્રેમિકા સાથે શારીરિક સુખ માણવા તેમના ઘરે પહોચ્યો હતો. આ સમગ્ર વાતની જાણ યુવતીના પતિને થતા જયારે યુવતીએ પોતાના પ્રેમી યુવકને ઘરે બોલાવ્યો ત્યારે પતિએ પહેલેથી જ પ્લાન બનાવ્યો હતો જે પ્રમાણે તેમણે લાકડ્ડી વડે હુમલો કરીને યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આણંદતાલુકાના સામરખા નજીક રહેતી યુવતીનાં લગ્ન રામગઢ સ્થિત રહેતા એક યુવક સાથે દોઢ વર્ષ પહેલાં થયાં હતાં. જયારે યુવતીને ભાટીયાપુરા ગામના યુવક સાથે શારીરિક સબંધ હતા અને બંને પ્રેમિકાના પતિથી છુપાઈને શારીરિક સુખ માણતા હતા.
આં સમગ્ર ઘટના દરમિયાન યુવતીનો મોબાઇલ બંધ થઈ જતાં તેમના પતિએ તેના પત્નીના ફોનનું સિમકાર્ડ પોતાના ફોનમાં ચડાવ્યું હતું. જયારે ચાર દિવસ પહેલા ભાટીયાપુરા ગામના એક યુવકનો મેસેજ આવતાં પતિને શંકા ગઇ હતી. જયારે પતિને પોતાની પત્નીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને એક અન્ય યુવક સાથે શારીરિક સબંધ બાંધ્યા છે. જયારે પતિને પત્નીના પ્રેમીને શાન ઠેકાણે લાવવા માટે એક પ્લાન ઘડ્યો અને 2 જુનના રોજ પત્નીના જન્મદિવસ પર યુવતીના પ્રેમીને ઘરે બોલાવવાનું કહ્યું હતું અને તેમની પતી પાસે કોલ કરાવ્યો હતો.
યુવતીને ફોન પર પોતાના પ્રેમીને શારીરિક સુખ માણવા કહ્યું એટલે યુવક શારીરિક સુખ માણવા તેમના ઘરે દોડી આવ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ યુવતીનો પતિ તે યુવક પર લાકડી વડે તૂટી પડ્યો હતો. જેના પર ઘાતકી હુમલો કરતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાંથી ભાગી ચુક્યો હતો અને આગળ જતા જ તે યુવક ઢળી પડ્યો હતો. જયારે તેમના મિત્રએ બાઈક ઉભી રાખીને યુવકને નીચે ઉતારીને બાકડા પર સુવડાવ્યો હતો. ત્યારે યુવતીનો પતિ પણ તેમનો પીછો કરતા કરતા પાછળ આવ્યો હતો અને તેમણે ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનો મોબાઈલ ફોન ખેંચીને તળાવમાં ફેંકી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં યુવતીના ફોટા પણ હતા. નંદેસરીના પીઆઇ એ કે વડિયાએ જણાવતા કહ્યું હતું કે, મોબાઈલ ફોનને શોધવામાં ગામના તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી પરંતુ કોઈ મોબાઈલ ફોન મળ્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.