હિંમતનગર: લગ્નનાં તાંતણે બંધાઈ એ પહેલાં થર્ટીફર્સ્ટની સાંજે વનવિભાગની ગાડીએ અડફેટે લેતાં યુવક-યુવતીનું થયું મોત 

અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આની સાથે જ અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. હિંમતનગર ઈડર રોડ પર ગુરૂવારે સમી સાંજે નેત્રામલી પાસે વન વિભાગની સરકારી ગાડીએ બાઇકને અડફેટે લેતાં બાઇકચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

જ્યારે તેની સાથે સગપણ કરેલી યુવતીનું સારવાર વખતે કરુણ મોત નિપજ્યું હતું. આગામી લગ્ન સીઝનમાં બંનેનાં લગ્ન થવાનાં હતાં. અકસ્માત સર્જાયા પછી ચાલક તથા તેની સાથે રહેલ અધિકારી ભાગી ગયા હતા. સરકારી વાહન તથા વાહનમાં અધિકારીની હાજરી હોવાની ચર્ચા વચ્ચે ઇડર પોલીસ દ્વારા ગાડીનો નંબર લખીને ગુનો નોંધવામાં આવ્યો છે, જેને કારણે ચાલક તથા તેની સાથે કયા અધિકારી સફર કરી રહ્યા હતા એની ચર્ચાએ જોર પકડ્યું છે.

ભિલોડાના મુનાઇ ગામના સંજયભાઇ લક્ષ્મીકાંત સુતરિયાનું 4 મહિના પહેલાં ઇડરમાં આવેલ રૂદરડીના મમતાબેન પરાગભાઇ વણકર સાથે સગપણ કર્યુ હતું. તા. 31-12-20 ના રોજ મમતાબેનનો જન્મદિન હોવાંથી સવારનાં 8 વાગ્યે બાઇક લઇને મુનાઇથી નીકળી રૂદરડી પહોંચ્યો હતો.

મમતાબેનને લઇ બપોરે ફરવા માટે ઇડર પહોંચ્યો હતો. સાંજે મમતાબેનને રૂદરડી ગામમાં પાછાં મૂકવા જતી વખતે  નેત્રામલી પાસે રાઇટ ચોઇસ હોટલ સામે સાંજે 6 વાગ્યાની આસપાસ ડીસીએફ લખેલ ટાટાસુમો ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બંને જણા રોડ પર પટકાઈ ગયા હતા. સંજયભાઇનું ઘટનાસ્થળ પર જ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. જ્યારે મમતાબેનને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર માટે લઇ જતી વખતે કરુણ મોત નિપજયું હતું.

અકસ્માત સર્જાયા પછી સરકારી વાહન મૂકીને ચાલક ભાગી ગયો હતો. તેની સાથે કોઇ અધિકારી પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જાયાનાં 20 કલાક પછી ચાલકને હાજર કરવાની અધિકારીએ તસદી લેવામાં આવી નથી.

ઘટનાસ્થળ પર ચાલક અથવા તો અન્ય કોઈ હાજર ન હતું :
તપાસ અધિકારી ઇડર PSI સુરેન્દ્રસિંહ ચાવડા જણાવે છે કે, ઘટનાસ્થળ પર અકસ્માત સર્જનાર વાહન મળી આવ્યું  હતું. ચાલક અથવા તો બીજા કોઇ હાજર ન હતું. આગામી લગ્ન સીઝનમાં લગ્નગ્રંથીથી જોડાનાર યુવક-યુવતીના અકાળે મોતને કારણે વણકર સમાજમાં શોકની કાલીમા છવાઇ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *