યુવક પોતાની ગર્લફ્રેન્ડના લગ્નમાં દુલ્હનનો વેશ ધારણ કરીને પહોંચ્યો, ઘરવાળાને જાણ થતા… -જુઓ વિડીયો

હાલમાં એક અનોખો કિસ્સો ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે એક અનોખો પ્લાન અજમાવ્યો હતો. જેને લઈને આ મુદ્દો સોશિયલ મીડિયામાં પર એક ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે નવવધૂના વેશ ધારણ કરીને અને સાથે મહિલાઓની જેમ શ્રુંગાર કરીને લગ્નપ્રસંગમાં પહોચી ગયો હતો. મળતી માહિતી અનુસાર યુવકની પ્રેમિકા અન્ય યુવક સાથે લગ્ન કરી રહી હતી.

મળતી માહિતી અનુસાર યુવક દુલ્હન જેવા કપડા પહેરીને અને માથામાં નકલી વાળ લગાવ્યા હતા અને યુવકે યુવતીની જેમ જ મેકઅપ કર્યો હતો અને પગમાં લેડીઝ સેન્ડલ પહેર્યા હતા અને મહિલાનું પર્સ પણ ખંભે લટકાવ્યું હતું. જેને કારણે કોઈને શંકા ન જાય. જયારે આ બાજુ યુવતીના ઘરે લગ્નની તમામ તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી હતી. એવામાં દુલ્હનના વેશમાં આવેલો યુવ પોતાની પ્રેમિકાને મળવા માંગતો હતો. પરતું યુવકને પોતાની પ્રેમિકાના રૂમમાં જવું એટલું આસાન ન હતું. જેને લઈને યુવકે પોતાની પ્રેમિકાને મળવા માટે આ અનોખી યુક્તિ અપનાવી હતી.

તમને જણાવી દઈએ કે દુલ્હનના વેશમાં આવેલ યુવક પોતાની પ્રેમિકાના ઘરે પહોચ્યો હતો અને તેણે સદીથી પોતાનું મો ઢાકી રાખ્યું હતું જેને લીધે કોઈ વ્યક્તિને ખબર ન પડે. યુવકે એક વ્યક્તિને કન્યા સાથે મળવા માટે જણાવ્યું હતું. યુવકે દુલ્હનના કપડા જ પહેરી રાખ્યા હતા. પરંતુ તેમની હળવા ચાલવાની રીત જોતા ઉપસ્થિત લોકોને આ અંગે શંકા જતા તેમણે આ યુવકને ઓળખી લીધો હતો. યુવકે ઘડેલો પોતાનો પ્લાન લાંબા સમય સુધી ન ટકી શક્યો. તેમના પર શંકા જતા જ લોકોને તેમને પકડી પડ્યો હતો અને તેમના ચહેરા પર રહેલા નકલી વાળ ખેંચી લીધા હતા ને યુવકની પોલ ખુલી ગઈ હતી. આ સમગ્ર ઘટના જોઇને ઉપસ્થિત લોકો હેરાન થઇ ગયા હતા.

લગ્નસમારોહમાં ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર, દુલ્હનના વેશમાં આવેલો યુવક મહિલાઓના અવાજમાં વાત કરી રહ્યો હતો. પરંતુ જયારે ઘરની મહિલાઓએ તેમણે માથા પરથી સાડી હટાવવાનું કહ્યું ત્યારે તેમણે ખચકાટ અનુભવી હતી. જયારે અચાનક જ તેમના માથા પર રહેલી સાડીને હટાવવામાં આવી ત્યારે લગ્નસમારોહમાં હાજર લોકો હેરાન થઇ ગયા હતા. જયારે કેટલાક લોકો દ્વારા યુવકને માર મારવાની કોશીસ કરવામાં આવી હતી. બબલ મચતા યુવકને ઘરની બહાર લાવવામાં આવ્યો હતો. જ્યા અગાઉથી જ બે યુવકો બાઈક લઈને ઉભા રહ્યા હતા. મળેલી તકનો ફાયદો ઉઠાવી યુવક બાઈક પર બેસીને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *