બનાસકાંઠા(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં આડાસંબંધનો અંત મોતથી આવતો હોય છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં આડા સંબંધોને કારણે આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમા એક પરિણીત યુવકે તેની પત્નીના આડાસંબંઘોને કારણે જીંદગીથી હારીને મોતને વ્હાલું કરી લીધું છે. આ યુવકે મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો છે જેમાં તેણે તેની પત્નીની કાળી કરતૂતોનો ઉલ્લેખ કર્યો છે.
જાણવા મળ્યું છે કે, યુવકે આપઘાત કરતા પહેલા જે વીડિયો બનાવ્યો તે વીડિયોમાં તેણે એવો ઉલ્લેખ કર્યો છે કે તેની પત્નીના અન્ય યુવકો સાથે આડા સંબંધો હતા. આ સાથે જ યુવકે વીડિયોમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પત્ની તેમજ યુવકનો કડકમાં કડક સજા મળવી જોઈએ. આ સમગ્ર મામલે યુવકે વિષ્ણુ, અનીલ અને કિશન આ ત્રણ નામનો ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસ દ્વારા પણ તે યુવકો અને મૃતકની પત્ની સામે ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવક અમરત રાઠોડ ભાભર તાલુકાના ચલાદર ગામનો રહેવાસી હતો અને તે આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેના લગ્ન બાદ તેને જાણ થઇ કે તેની પત્નીના અન્ય યુવકો સાથે પણ આડા સબંધો છે. જેથી તેણે આ અંગે તેની પત્નીને સમજાવી હતી પરંતુ પત્નીએ તેના સંબંધો તોડ્યા ન હતા.
ત્યારબાદ પત્નીના આડા સબંધોથી કંટાળીને યુવકે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. વહેલી સવારે તે ઘરેથી નીકળીને થરાદની કલાપી હોટલમાં ગયો જ્યા રૂમ બુક કરાવીને તેણે સુસાઈડ નોટ લખી જેમા તેણે તેણે તેની પત્નીના આડાસંબંધો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ સોશિયલ મીડિયા પર પણ તેણે તેની પત્નીની કાળી કરતૂતોનો ઉલ્લેખ કરતો એક વીડિયો પણ બાનાવ્યો હતો.
આ વીડિયોમાં તેણે આત્મહત્યા માટે તેની પત્ની સહિત ચાર યુવકોને જવાબદાર ગણાવ્યા અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. પરિવરાજનો પાસે જ્યારે યુવકનો વીડિયો પહોચ્યો ત્યારે તેઓ થરાદ પોલીસને લઈને કલાપી હોટલ પહોચ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યા પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો આ સાથે જ તેની પત્ની સહિત ચાર લોકો સામે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.