સુરતમાં ચોરોનો વધતો આતંક: ચોરને પકડવા પાછળ ગયેલ યુવકને ગળાના ભાગે માર્યા ચપ્પુના ઘા, યુવકનું ઘટનાસ્થળે જ મોત

સુરત(ગુજરાત): હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ પામ્યો હતો. અહીંયા…

સુરત(ગુજરાત): હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ પામ્યો હતો. અહીંયા એક સોસાયટીમાં ચોરી કરવા ત્રણ જેટલા ચોર આવ્યા હતા. ચોરી દરમિયાન મકાનના લોકો જાગી જતા ચોરોએ ભાગવું પડ્યું હતું. આ દરમિયાન, મકાનમાં રહેતો એક યુવક ચોરોને પકડવા તેમની પાછળ દોડ્યો હતો. ત્યારે ચોર ઈસમોએ આ યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગરમાં પ્લોટ નંબર-73માં રહેતા પરિવારમાં ગઇકાલે ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન, ઘરના લોકો જાગી જતા ચોરોએ ચોરી કરવાનું પડતું મૂકી ભાગવાનો વારો આવ્યો હતો.

આ દરમિયાન, પરિવારનો વિરેન્દ્ર ગુપ્તા નામનો યુવાન ચોરોને પકડવા માટે તેની પાછળ ગયો હતો. જેથી ચોરોએ પોતાનો જીવ બચાવવા માટે યુવાનને ગળાના ભાગે ચપ્પુ મારી તેને ઘાયલ કરી દીધો હતો. ગળા પર પ્રહાર થવાને લીધે આ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં પોલીસ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

રાત્રે પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. જોકે, આ કેસમાં પરિવારના લોકો જાગી જતાં તસ્કરો પોતાના ઇરાદા પાર પાડવામાં સફળ રહ્યા ન હતાં. પરંતુ, આ દરમિયાન પરિવારે એક પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તસ્કરોને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *