યુવા પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો: યુવકે Tik-Tok માટે શરીર કરી નાંખ્યુ લોહિલુહાણ

ભારત પાસે યુવા વર્ગ વધારે છે પરંતુ આજના યુવાનો પોતાનો કિમતી સમય ફાલતુમાં કાઢી નાખે છે. સમયને કઈ રીતે ઉપયોગ કરવો એની કોઈ ખબર જ નથી રહેતી. આજના યુવાનો મોબાઈલ અને ટીકટોક પાછળ ગાંડા થયા છે. ત્યારે પંચમહાલમાં યુવકની ટીક ટોકને લઇ ઘેલછાએ તમામ હદ વટાવી છે. ઘોઘંબાના ભાનપૂરા ગામનાં યુવાનનો વીડિયો વાયરલ થયો છે. ટીક ટોકની ઘેલછામાં યુવકે શરીર પર લોહીયાળ નિશાન કર્યા છે.

બ્લેડથી દ્વારા પોતાની જ જાતને કરી જખમી

ધારદાર બ્લેડથી પોતાના શરીર પર એક પછી એક ચીરા પાડતો વીડિયો યુવાનોની ઈન્ટરનેટની ઘેલછા સામે લાવી રહ્યો છે. યુવકે પોતાના જ ઘરની છત ઉપર વીડિયો બનાવ્યો છે પરંતુ આ હદે પોતાની જાતને નુકસાન પહોંચાડીને મળેલી ફેમ અને નેમ શું કામની?

નાની ઉમંરે યુવાધન ટીકટોક વીડિયોના રવાડે

ભણવાની ઉમંરે યુવાધન ટીકટોક વીડિયોના રવાડે ચઢીને ગેરમાર્ગે દોરવાઈ રહ્યુ છે એટલું જ નહીં પરંતુ આ વીડિયો સમાજની આંખ ઉઘાડનારો છે જો આ જ રીતે યુવાધન આવા વાહિયાત કામોના રવાડે ચઢશે તો આગળ જતા વાસ્તવિક જીંદગીના કપરા ચઢાણ કેમના પાર પાડશે?

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સોશ્યલ મીડિયામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની હોડમાં યુવાનો ટિકટોક જેવી એપના રવાડે ચઢી પોતાના ભાવિને અંધકારમય બનાવી પરિવાર અને માબાપ માટે પણ મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં બનેલી આ ઘટના યુવા પેઢી માટે લાલબત્તી સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *