કેટલાંક લોકો સેવાકાર્ય કરતાં હોય છે. આવી જ એક સેવાનીષ્ઠાની જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ ખાંભામા રહેતા તેમજ STમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવી રહેલ યુવાનની અનોખી સેવાની સૌ કોઇ પ્રશંસા કરી રહ્યાં છે. આ યુવક છેલ્લા 8 વર્ષથી ખાંભાના સ્વર્ગસ્થોનાં અસ્થિઓને પોતાના ખર્ચે હરિદ્રાર લઇ જઇને ગંગામા પધરાવી મૃતકાેના માેક્ષ માટે પ્રાર્થના કરે છે.
ગત 9 તારીખે તેમણે 59 સ્વર્ગસ્થોનાં અસ્થિને ગંગામા પધરાવ્યા હતા. ખાંભાના રાજપૂત યુવાન હિતેન્દ્રસિંહ ઉદેસિંહ રાઠોડ રાજુલા ડેપોમાં ST ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યો છે. તેમણે છેલ્લા 8 વર્ષથી એક અનોખુ સેવાકાર્યની શરૂઆત કરી છે.
કોઇપણ સમાજના સુખી સંપન્ન લોકો પાેતાના સ્વર્ગસ્થ સ્વજનોના અસ્થિ ગંગામા પધરાવતા હોય છે પણ ગરીબ તથા મધ્યમવર્ગના લોકો આ સેવાકાર્ય કરી શકતા નથી ત્યારે તેણે પાેતાના ખર્ચે આ કાર્ય કરવાની પહેલ કરી હતી. જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યાં છે.
નદીમાં અસ્થિ પધરાવી પૂજા કરે છે :
ગામના તમામ સમાજ અથવા તો જ્ઞાતિના કોઈપણ સ્વજનના મૃત્યુ પછી તેમના અસ્થી ભાદરવી અમાસના દિવસે ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પધરાવી તેમના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. જો કે, ગત વર્ષે લોકડાઉનને લીધે તેઓ હરિદ્રાર અસ્થિ પધરાવવા પહાેંચી શકયા ન હતા.
જેને લીધે 9/3ના રોજ એકાદશીના દિવસે તેમણે ખાંભાના 59 સ્વર્ગસ્થના અસ્થિ લઇને તેઓ હરિદ્વાર પહોચી ગયા હતા. અહી તેમની સાથે પ્રવિણભાઇ માલણકીયા, ભાનુભાઇ આંબલીયા, રવિસિંહ રાઠાેડ, સત્યદીપસિંહ રાઠાેડ, દિનેશદાદા મહેતા, રાણીંગભાઇ વિગેરે પણ જોડાયા હતા.
અસ્થિ પધરાવવા નામ નોંધાવવું પડે છે:
હિતેન્દ્રસિંહ રાઠોડે કહ્યું હતુ કે, ખાંભામા જે કોઇ પરિવારના સ્વજનના મૃત્યુ પછી તેના અસ્થિ ગંગામા પધરાવવા ઇચ્છતા હોય તેમણે અહી મુકેલી પેટી તથા સ્મશાનમાં મુકવામા આવેલ રજીસ્ટરમા નામ નાેંધાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle