આજકાલ વધી રહેલા આપઘાત(Suicide)ના કિસ્સાઓ દરમિયાન આજે ફરીવાર એક આપઘાતનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં મથુરા રેલવે સ્ટેશન(Mathura Railway station) પરથી ટ્રેનની સામે મોતની છલાંગનો વાઈરલ થયેલો આ વિડીયો કાળજું કંપાવી દે તેવો છે. કોસી કલાં(Kosi Kalam) રેલવે સ્ટેશન પર એક યુવકે ચાલતી ટ્રેન(Train)ની સામે કૂદીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા(CCTV cameras)માં કેદ થઈ જવા પામી હતી.
આ વીડિયોમાં જોવા મળે છે કે, કોસી કલાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક યુવક ધીમે-ધીમે દોડી રહ્યો છે. પરંતુ, અચાનક તે રેલવે-ટ્રેક પર આવી રહેલી માલગાડીની સામે કૂદી પડે છે. માલગાડી નીચે કપાઈ જતાં યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ છે. જાણવા મળ્યું છે કે, યુવકનો મૃતદેહ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
મથુરામાં મોતનો LIVE VIDEO – સામેથી ધસમસતી ટ્રેન નજીક આવતાં જ કૂદી પડ્યો pic.twitter.com/pLAzmA031r
— Trishul News (@TrishulNews) March 30, 2022
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સવારે 3:30 વાગ્યે બની હતી. જેથી ટ્રેન પસાર થઈ ગઈ ત્યારે તેનો મૃતદેહ રેલવે પોલીસને નજરે પડ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ઓળખ થઈ શકી ન હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેનાં કપડાંમાં રાખેલા કાગળોમાં લખેલા મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવ્યો હતો જયારે તેની ઓળખ થઈ હતી.
મૃતક યુવકની ઓળખ સાગર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. તેના પિતાનું નામ બચુ સિંહ છે. તેઓ મહારાષ્ટ્રના વર્ધાના તલેગામના રહેવાસી છે. જાણવા મળ્યું છે કે, તેની ઉંમર લગભગ 30 વર્ષ છે. હાલ પોલીસ દ્વારા યુવકના પરિવારને જાણ કરીને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.