ગુજરાતનું રાજકારણ ગરમાયું- ભાજપના આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં આવે તો મળી નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઑફર

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જો કોંગ્રેસ(Congress) મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેશ પટેલ(Naresh Patel)ના નામની જાહેરાત કરી શકે છે તો તે ગુજરાતના…

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જો કોંગ્રેસ(Congress) મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેશ પટેલ(Naresh Patel)ના નામની જાહેરાત કરી શકે છે તો તે ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણ(Jasdan)ના ધારાસભ્ય કુંવરજી બાવળિયા(Kunwarji Bavaliya)ને નાયબ મુખ્યમંત્રી તરીકે ઓફર કરી શકે છે. રાજનીતિના ચાણક્ય પ્રશાંત કિશોર(Prashant Kishor) પાસે જ્ઞાતિની વોટબેંક કબજે કરવાની વ્યૂહરચના છે.

નરેશ પટેલ લેઉવા પટેલ સમાજનો ચહેરો છે, જ્યારે કુંવરજી બાવળિયા કોળી સમાજનો ચહેરો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ એક મહિના પહેલા નરેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. આગામી મહિને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાના પણ અહેવાલ છે. ત્યારે નરેશ પટેલ તેમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા છે અને કુંવરજી બાવળિયા પણ ફરી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફેબ્રુઆરી-2022ના છેલ્લા સપ્તાહમાં રાજકોટના મવડી નજીક ન્યૂ માયાણી નગરમાં આવેલા સરદાર પટેલ ભવનમાં બપોરે 4 વાગ્યે નરેશ પટેલ અને કુંવરજી બાવળિયાની મીટિંગ થઈ હતી અને તેમાં નરેશભાઈએ કુંવરજીભાઈ સામે કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકી હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

જાણકારોના જણાવ્યા અનુસાર, નરેશ પટેલની કોંગ્રેસ સાથે ઘણા લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. જો કે માત્ર જાહેરાત જ બાકી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ કોળી જ્ઞાતિની પણ મોટી વોટ બેન્ક ગણવામાં આવે છે. એ મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના આગેવાનોને પણ પોતાની પાર્ટીમાં આમંત્રણ આપી રહી છે અને તેમાં કુંવરજી બાવળિયાનું નામ ટોચ પર છે. કારણ કે કુંવરજીભાઈ કોંગ્રેસના જૂના નેતા પણ છે. ​​​​​​

ગુજરાત રાજ્યમાંમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. પરંતુ જનસંખ્યાની દૃષ્ટિએ કોળી સમાજ 23 % જેટલું પ્રભુત્વ ધરાવી રહ્યા છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક રહે છે. જે પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *