ભણવા આવેલી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર મુસ્લીમ યુવાન પોલીસના સાણસામાં સપડાયો

હાલમાં હિન્દુ યુવતી કે સગીરાના ભોળપણનો લાભ લઇને તેમને ફસાવી લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગરમાં ભણવા માટે આવતી વઢવાણની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર મુસ્લીમ યુવાનને પોલીસે ઝડપી પડ્યો છે.

આ દરમિયાન વઢવાણની સગીરાને ભગાડી જવી યુવાનને ભારે પડી હતી. વઢવાણ રહેતી સગીરા અભ્યાસ માટે સુરેન્દ્રનગર આવતી હતી. આ દરમિયાન શ્રવણ ટોકિઝ પાસે રહેતો ઇમરાન રાજુભાઇ મિરઝા નામનો વ્યક્તિ શાળાની આજુબાજુ આટા મારીને સગીરાને મોહ જાળમાં ફસાવી દીધી હતી. તે ફોનમાં વાત પણ કરતો હતો.

પરંતુ સગીરા ઇમરાન સાથે ફોનમાં વાત કરે છે તેની જાણ થતા પરિવારજનોએ ઇમરાનને વાત કરવાની ના પાડી હતી. ત્યારબાદ તા.7 માર્ચના દિવસે સગીરા પોતાના ઘરેથી દરણુ દળાવવા માટે બહાર નીકળી હતી. જે બપોર સુધી ઘરે પરત ન આવતા પરિવારને ચીંતા થઇ હતી. અનેક જગ્યાએ શોધખોળ કરવા છતા સગીરાની જાણ થઈ ન હતી.

ઇમરાનના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હતો તેથી સગીરાના પીતાએ ઇમરાન પોતાની દિકરીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વઢવાણ પીએસઆઇ ડી.ડી.ચૂડાસમા, વિનુભાઇ તથા સીપીઆઇના હિતુભા સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *