અમદાવાદ શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં યુવકે લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું. તે જ સમયે યુવકની પત્ની આવી જતા ભારે હોબાળો મચ્યો હતો અને ઝઘડો પણ થયો હતો. ત્યારે બીજી બાજુ પહેલી પત્ની આવી જતા પતિ રિસેપ્શન છોડીને નાસી છૂટયો હતો. લગ્નના રિસેપ્શનમાં ઝઘડો થતાં બંને પક્ષ નજીકના બાપુનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.
મળતી માહિતી અનુસાર ગોમતીપુરની યુવતીના જહાપૂરના યુવક સાથે વર્ષ ૨૦૧૪માં મુસ્લિમ શરતથી લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસરી વાળાએ દહેજ માટે ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર બાદ પત્નીને પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. આથી પત્ની તેમના પિયર આવી ગઈ હતી.
આ સમય દરમિયાન યુવકે બીજા લગ્ન કરી લીધા હતા અને પોતાના ઘર પાસે લગ્નનું રિસેપ્શન પણ રાખ્યું હતું. જેની જાણ તેની પહેલી પત્ની ને થતા તે રિસેપ્શન પર પહોંચી આવી હતી. પહેલી પત્ની રિસેપ્શન પર આવી જતા ડરી ગયેલો પતિ ત્યાથી નાસી છુટ્યો હતો. બીજી બાજુ પરિણીતાએ દુલ્હનને પોતે યુવક ની પહેલી પત્ની હોવાનું કહ્યું હતું. આ વાતને લઈને બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને ત્યારબાદ દુલ્હન યુવતીને ફડાકો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં યુવકના પરિવારે પણ યુવતી સાથે બોલાચાલી અને મારામારી કરી હતી. ઝઘડો વિશાળ રૂપ ધારણ કરતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
બાપુનગર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દુલ્હને આ સમગ્ર ઘટના અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ નો કેસ તેમજ મેટ્રોકોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.