રાજસ્થાનમાં ગુજરાતના વડોદરાની એક યુવતી પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતીને તેની જાળમાં ફસાવી દીધી હતી. બાદમાં તે તેને રાજસ્થાન લઈ ગયો. જ્યાં તેણે તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા પર ચાર વખત બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ 22 વર્ષીય ઇદરીશ શબ્બીર જાદવ તરીકે થઈ હતી. આરોપી ઇદરીશે, પહેલા મહિલાને તેના પ્રેમની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને રાજસ્થાન લઈ આવ્યો હતો. અહીંના અજમેરની એક હોટલમાં ઇદરીશે યુવતીને ઘણા દિવસો સુધી રાખી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ તેને કોઈને કશું કહેવાની ના પાડી હતી અને જો કહે તો તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજી તરફ યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ગુજરાત પોલીસની બાતમી પરથી અજમેર પોલીસે હોટલની બહાર નીકળતી વખતે યુવકની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.