એક 17 વર્ષની દીકરીએ પોતાના પિતાને પોતાના લીવરનો એક ભાગ ડોનેટ કર્યો છે. આ દીકરી કેરળની છે. લીવર દાન કર્યા બાદ આ દીકરી દેશની સૌથી ઓછી ઉંમરની અંગદાતા બની છે. આ દીકરીનું નામ દેવનંદા છે, તે 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. દેવનંદા 18 વર્ષથી નાની હોવાથી કેરળનાં ઉચ્ચ ન્યાયાલયમાંથી પિતાને લીવર દાન માટે ખાસ છૂટ માગી હતી.
આપણા દેશનાં કાયદાનુસાર નાબાલિગોને અંગદાન કરવાની મંજુરી હોતી નથી. તેથી દેવનંદાએ પહેલા ન્યાયાલયમાંથી મંજુરી લીધી હતી. દેવાનંદને કોર્ટની મંજૂરી મળ્યાં બાદ પોતાના બિમાર પિતાને બચાવવા માટે 9 ફેબ્રુઆરીનાં રોજ પોતાના લીવરનો હિસ્સો પિતાને દાન કર્યો હતો.
દેવનંદાના પિતાનું નામ પ્રતીશ છે. તેમની ઉંમર 48 વર્ષ છે. પ્રતીશ ત્રિશૂરમાં એક કેફે ચલાવે છે. દેવાનંદે ખાસ પોતાનામાં ફેરફારો કર્યાં અને નિયમિત વ્યાયામની સાથે સાથે સ્થાનિય જીમ પણ જોઈન કર્યું છે. જેથી સુનિશ્ચિત કરી શકાય કે દેવનંદાનું લીવર દાન માટે સૌથી સારી કન્ડીશનમાં છે.
અલુવાની રાજગીરિ હોસ્પિટલમાં આ સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલે જયારે દેવાનંદની વીરતા જોઈ ત્યારે હોસ્પિટલના તમામ ખર્ચા માફ કરી દીધાં હતા. દેવાનંદને હોસ્પિટલમાંથી એક અઠવાડિયા પછી રજા આપવામાં આવી હતી. દેવાનંદ સાથે વાત કરતા તેને લહ્યું કે, હું ખુબજ ગર્વ-ખુશ અને રાહતનો અનુભવ કરી રહી છુ.
જ્યારે પ્રતીશને ખબર પડીકે તેને લીવરની બીમારીની સાથે-સાથે Cancerous Lesion પણ છે ત્યારે તેનું જીવન એકા એક બદલાઈ ગયું હતું. જયારે પરિવારને જરૂરી ડોનર ન મળ્યું ત્યારે દેવાનંદે પોતાના લીવરનો એક હિસ્સો પોતાના પિતાને આપવાનો નિર્ણય કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.