વિડીયો/ સુરતમાં કુમાર કાનાણી-બસ ઓપરેટરોની ખેંચતાણમાં પ્રજા હેરાન-પરેશાન, રઝળી પડ્યા અનેક મુસાફરો

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારના ભાજપ(BJP MLA)ના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani) અને ખાનગી લક્ઝરી બસ ઓપરેટરો આમને સામને આવી ગયા છે. ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ પછી…

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારના ભાજપ(BJP MLA)ના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani) અને ખાનગી લક્ઝરી બસ ઓપરેટરો આમને સામને આવી ગયા છે. ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ પછી હવે ખાનગી બસ એસોસિએશન(Private Bus Association) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં અને તમામ બસ સુરતની બહાર વાલક પાટિયાથી ઉપડશે. એટલે કે શહેરના મુસાફરોએ વાલક પાટિયા(Valak Patiya) પહોંચવું પડશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મુસાફરોને પડી રહી છે ભારે હાલાકી:
મહત્વનું છે કે, સુરત ખાનગી બસ એસોસિએશન દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. લગભગ 450 કરતા વધારે બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ઉપડશે. એટલે કે, મુસાફરોને વાલક પાટિયા પાસે જ ઉતારવામાં આવશે.

આજે પ્રથમ જ દિવસે સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતથી આવતી બસો વાલક પાટિયા પાસે જ અટકાવી દેવામાં આવી હતી. એટલે કે, બસોમાંથી મુસાફરોને વાલક પાટિયા પાસે જ ઉતારી દેવામાં આવ્યા હતા. જેના કારણે હજારો મુસાફરો વાલક પાટિયા પર રઝળી પડવા મજબુર બન્યા હતા. વાલક પાટિયા નજીક મોટો ટ્રાફિક સર્જાયો હતો. આજે 200થી વધુ બસ વાલક પાટિયા રોડ પર ઉભી રાખી દેવામાં આવી હતી. કેટલાક મુસાફરોને તેમના સંબંધીઓ શહેરમાંથી લેવા માટે આવ્યા હતા.

અમે તમને જણાવી દઈએ કે, સુરતમાં ટ્રાફિકને લઈ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશી રહેલા ભારે વાહનો અને લક્ઝરી બસને રોકીને પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જાહેરનામાંનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *