રાજકોટમાં પ્રેમિકાની હત્યા કરનારાને ભગવાને આપી દર્દનાક સજા- જાણીને તમે કહેશો બરાબર થયું

રાજકોટ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે નજીવી બાબતે લોકો હત્યા કરવા પર ઉતરી આવતા હોય છે. ત્યારે રાજકોટ(Rajkot)ની એક હોટેલ(Hotel)માં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ એસિડ(Acid) પીને આપઘાત(Suicide) કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે 17 દિવસની સારવાર બાદ પ્રેમી જેમિસ(jemish)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં 17 દિવસ પહેલા પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું સામે આવ્યું હતું. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધી હતી.

જાણવા મળ્યું છે કે, જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધમાં હતા. ઘટના અંગે ACP જી.એસ. ગેડમે જણાવ્યું હતું કે, જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કરી હતી. જેમિસ અને સગીરા સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં.  મળતી માહિતી અનુસાર, સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મૃતકના પિતાએ ઘટના અંગે જણાવ્યું હતું કે, સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું જણાવ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું જેમીસે ફોનમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમસંબંધ હોવાની કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ હતી. પરંતુ, આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી તે દરમિયાન બપોરે રિસેસ પડે તો પણ મને ફોન કરતી અને જણાવતી કે પપ્પા રિસેસ પડી છે.

મળતી માહિતી મુજબ, જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માંગી હતી. પરંતુ, માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું હતું.

આ ઉપરાંત, હોટલમાં ઘૂસવા માટે જેમિસે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું હતું. સગીરાના ઓરિજનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે. જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ પ્રમાણે સગીરાની ઉંમર 19 વર્ષ અને ઓરિજનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે. આથી સગીરાને હોટલમાં લઇ જવા માટે જેમિસ દ્વારા આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *