સુરતના પ્રેમી પંખીડાએ 60 ફૂટ ઊંચા પુલ પરથી લગાવી મોતની છલાંગ- સગીરાની ઉંમર માત્ર ૧૬ વર્ષ અને…

આજકાલ વધી રહેલા આત્મહત્યાના કેસોમાં ફરી વાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બુધવારે બપોરે પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા હોબાળો મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના વેલણપુર ગામે બુધવારના રોજ ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ વસારી અને 16 વર્ષીય સગીર પ્રેમિકા એકસાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા.

તેમણે સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યાના અરસામાં વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યુ હોવાનું સામે આવ્યું છે. અંદાજીત 60 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતુ.

આ ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોતાના લાડકવાયાને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયુ હતુ. પુલ પરથી ઝંપલાવી સ્યુસાઈડ કરતા પહેલા યુવાન પ્રેમીએ સગીરાને ટેગ કરી સ્યુસાઈડ નોટ સોશિયલ મિડિયા પર પણ અપલોડ કરી હતી.

જાણવા મળ્યું છે કે, ઘટના સ્થળેથી પોલીસને સગીરાના મોબાઈલ પાછળ કવરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, અમે અમારી મરજીથી સ્યુસાઈડ કરીએ છીએ અને મારી મમ્મીને અમારાથી બોવ પ્રોબ્લેમ છે. સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દિધેલુ હતુ કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *