આજના વ્યસ્ત શેડ્યૂલમાં મોટાભાગના લોકો મેદસ્વિતાનાં શિકાર બની રહ્યા છે. જ્યારે કેટલાક ફાસ્ટ-ફૂડના શોખીન હોય છે જેથી તેમનું વજન વધે છે. કેટલાક બેદરકાર લોકો છે જેઓ તેમના સ્વાસ્થ્યની સહેજ પણ કાળજી લેતા નથી. જો આવા લોકોને હેલ્થી અને ફિટનેસ શીખવવી હોય તો તેમને સાચા મોટિવેશનની જરૂર હોય છે. એટલે આજે અમે તમારી સમક્ષ વજન ઘટાડવાની વાત લઈને આવ્યા છીએ.
બ્રિટનમાં એક માણસ મેદસ્વીપણાને કારણે એટલો પરેશાન હતો કે તેની રોમેન્ટિક લાઇફ જોખમમાં મૂકાઈ હતી. 44 વર્ષીય પોલ ટુથિલનું વજન અકસ્માત પછી 368 કિલો સુધી અને તે જીવન અને મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આને કારણે તેની માનસિક સ્થિતિ પણ નોંધપાત્ર રીતે બગડી હતી.
જો કે, પોલે હિંમત હારી નહીં અને તેના જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવા પ્રયાસો શરૂ કર્યા. સૌ પ્રથમ, પોલે તેના ભોજનમાં સુધારો કર્યો અને તંદુરસ્ત ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. પોલે જણાવ્યું હતું કે, રોમેન્ટિક લાઇફ પાછી મેળવવા માટે તેને મોટીવેશન મળી રહેતું હતું.
પોલે જણાવ્યું કે, “મેં ફક્ત પાણી જ પીધું હતું. અને સાથે-સાથે બાકીના દિવસોમાં હું ફળો, શાકભાજી, શેક અને ભૂખ ન લાગવાની ગોળીઓનો ઉપયોગ કરું છું. હું કાયમ માટે આ ડાયટ પ્રમાણે નથી કરવાનો, પરંતુ વજનને નિયંત્રણમાં રાખવા માટે હવેથી હું કસરત અને આરોગ્યપ્રદ ખોરાક ખાઈને હું મારું વજન નિયંત્રણમાં રાખીશ.”
એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પા પોલે કહ્યું કે, મારા પગ સોજી ગયા હતા. હું હંમેશાં વિચારતો હતો કે, હું કોઈપણ સમયે મરી શકું છું. હું ખૂબ ડિપ્રેશનમાં હતો. મારી પત્ની મોરિન માત્ર મારી સંભાળ જ લેતી નહોતી, પરંતુ તે મારા બાળકોને પણ સંભાળી રહી હતી. આને કારણે હું ખૂબ જ દુ:ખી પણ થતો હતો. હું આત્મહત્યા વિશે પણ વિચારતો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, અમે ઘણા વર્ષોથી એક જ પલંગ પર સૂઈ શક્યા ન હતા અને આપણી રોમેન્ટિક લાઇફ પૂરી થઈ ગઈ હતી. મારા મેદસ્વીપણાને કારણે મને લાગતું હતું કે, મારે મારી પત્નીને દુ:ખ ન પહોંચાડવું જોઈએ. જો કે સર્જરી પછી મારા સંજોગો સંપૂર્ણ બદલાયા છે અને મારું આખું જીવન પરિવર્તિત થઈ ગયું છે.
નોંધપાત્ર વાત એ છે કે, 2010 માં પોલને કમરની ઈજા થઈ હતી. આ કારણે તેને લાંબા સમય સુધી બેડ રેસ્ટ પર રહેવું પડ્યું. તે સમયે તેનું વજન ખુબ જ ઝડપથી વધવા લાગ્યું. આ માણસની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેને ખાવા માટે અને ઉભા થવા માટે પણ લોકોનો સહારો લેવો પડતો હતો. જેને કારણે તેણે એક વખત ખુબ જ ઊંડાણપૂર્વક વિચાર્યું અને ત્યાર બાદ વજન ઘટાડવા માટે નિર્ણય કર્યો. અને તેને સફળતા પણ મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.