PSIના ત્રાસથી રાજકોટના યુવાને જિંદગી ટૂંકાવી- કહ્યું ‘પહેલા ત્રણ લાખ આપ્યા તોપણ માંગે છે, મારા બૈરી-છોકરાને…’

Torture of PSI: પોલીસના ત્રાસથી રાજકોટના એક યુવાને મોત વ્હાલું કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ એક વાર દારૂના કેસમાં 3 લાખ રૂપિયા આપ્યા…

Torture of PSI: પોલીસના ત્રાસથી રાજકોટના એક યુવાને મોત વ્હાલું કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ એક વાર દારૂના કેસમાં 3 લાખ રૂપિયા આપ્યા બાદ વારંવાર પૈસાની માંગણી કરતા હોવાનો વિડીયો બનાવો યુવકે મૂળ ગામ ખાંભા ખાતે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લેતા ચકચાર મચ્યો છે.ત્યારે મૃતક દિપકના પત્નીની ફરિયાદના આધારે વિરમગામના PSI(Torture of PSI) હિતેન્દ્ર પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વિડિયો બનાવી ખાંભા ગામે ગળાફાંસો ખાઈ લીધો
વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દિપક સુથાર નામના વ્યક્તિ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. જેણે આપઘાત કરતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં દિપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકની પત્નીની ફરિયાદ આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઇ વિરુદ્ધ આત્મહત્યાના દુસ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ કમિશનરને સંબોધીને વીડિયો ઉતાર્યો હતો
દીપક સુથારની પત્નીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પતિ સુથારીકામ કરતા હતા. તેઓ 22 ફેબ્રુઆરીએ તેમના પીયર ગજડી ગામે ભાઈ તથા ભાભી સાથે ગઇ હતી અને તેમના પતિ દીપક તથા તેમનો પુત્ર દર્શન બંને રાજકોટ ખાતેના ઘરે હતા. રાત્રે તેમના પતિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તુ નિરાંતે આવજે. ફરિયાદી પત્ની રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. ત્યારે તેમના પતિ ઘરે હાજર નહોતા. તેમણે પતિને ફોન કર્યો હતો પણ ફોન ઉપાડ્યો નહોતો. ત્યાર બાદ તેઓ સુઈ ગયા હતાં અને સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ફરીવાર ફોન કરતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.તેમના પતિનો બીજો મોબાઇલ ઘરે જ પડ્યો હતો. જે મોબાઇલ જોતાં પતિએ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો જોતાં પતિએ રાજકોટ કમિશનરને સંબોધીને વીડિયો ઉતાર્યો હતો.

દિપક પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી
વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબ મારી પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અગાઉ ચાર માસ પૂર્વે દિપકે રાજસ્થાનવાળા વ્યક્તિ પાસેથી એક પેટી દારૂ લીધો હતો, જે અંતર્ગત આઠ પેટીનો આરોપ નાખીને દિપક વિરુદ્ધ કેસ કર્યો હતો અને તે સમયે ત્રણ લાખ રૂપિયા લઈને પણ જેલ હવાલે કર્યો હતો. આ દરમિયાન 14 તારીખના રોજ કોઈ વ્યક્તિનો દારૂ પકડાયો હશે, તેમાં ખોટી રીતે દિપકનું નામ આપવામાં આવ્યું છે અને તે અંતર્ગત 10 લાખ રૂપિયાની માંગણી વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી રહી છે. જેમના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું.

એકવાર ત્રણ લાખ આપ્યા
વીડિયોમાં વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબે આજથી ચારેક માસ પહેલાં મેં રાજસ્થાન વાળા પાસેથી એક દારુની એક પેટી લીધી હતી અને તે ક્યાંક પકડાણો હશે અને તેને મારું નામ લીધું તું અને જેને મારી ઉપર આઠ પેટીનો આરોપ નાખીને કેસ કર્યો હતો અને મારી પાસેથી 3 લાખ રૂપિયા લઇને મને જેલ હવાલે કર્યો અને ત્યાર પછી આ 14 તારીખે કોઇકનો દારૂ પકડાયો હશે અને તેમાં પણ ખોટી રીતે મારું નામ આપે છે અને 10 લાખ રૂપિયાની માંગણી કરે છે.

દિપકની પત્નીએ PSI હિતેન્દ્ર પટેલ સામે ફરિયાદ કરી
ફરિયાદી પત્ની પતિને શોધતી હતી ત્યારે તેના ભાઈ કેતનભાઇ મને તેડવા આવ્યા અને જણાવ્યું કે, દિપકભાઈએ ખાંભા ગામે મોગલ માતાના મંદિરે ગળે ફાંસો ખાધો છે. તેમની લાશ લોધીકા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમમાં રાખી છે. જેથી હું તથા કેતનભાઇ સરકારી હોસ્પિટલે આવતા મારા પતિ દિપકની લાશ ત્યાં પડી હતી.ફરિયાદી પત્નીના જેઠ યોગેશભાઇ દ્વારા તેને જાણવા મળ્યું કે, વિરમગામ રૂરલ પોલીસ વાળા પટેલ સાહેબનું નામ હિતેન્દ્ર પટેલ છે અને તેઓ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં PSI છે. જેથી મૃતક દિપકની પત્નીએ PSI હિતેન્દ્ર પટેલ સામે ફરિયાદ કરતાં પોલીસે તેમની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.