હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે, ત્યારે ઘણાખરા રાજ્યોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા પણ માસ્ક ફરજિયાતપણે પહેરવું જોઈએ એવાં નિયમનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવાં સમયગાળામાં પણ એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે.
શાહપુર વિસ્તારમાં માસ્ક પહેર્યા વિના ફરી રહેલ શખ્સને પોલીસ કોન્સ્ટેબલે માસ્ક પહેરવાનું કહેતા ઉશ્કેરાયેલ યુવકે પોલીસ-મથકની અંદર જ પોલીસ કોન્સ્ટેબલને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. ધમકી આપનાર યુવકે પોલીસ-સ્ટેશનમાં જ અપશબ્દો બોલીને પોલીસ સ્ટાફની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. શાહપુર પોલીસે આ યુવકની વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજને આધારે શાહપુર પોલીસ-કર્મીઓ ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લઈને પહોચ્યાં હતા. ફરિયાદી સાથે આવેલ યુવકે માસ્ક ન પહેરેલ હોવાથી પોલીસ-સ્ટેશનમાં PSO તરીકેની ફરજ બજાવતા દિનેશભાઈએ જ તેને માસ્ક પહેરવા માટે કહ્યું હતું. તેથી, ઉશ્કેરાયેલ યુવકે ઊંચા અવાજની સાથે કહ્યું- ‘તમે પબ્લિકના માણસોને ખોટા હેરાન કરો છો’ એમ કહેતાં જ દિનેશભાઈએ તેને શાંતિથી વાત કરવાનું જણાવીને તેનું નામ પણ પૂછ્યું હતું.
યુવકે દિનેશભાઈને અપશબ્દો બોલીને ધમકી આપતા જણાવ્યું કે, મારું નામ કૃણાલ દિપક પરમાર છે, હું ઘીકાંટા અડવૈયાના ડેલામાં રહું છું. તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ તને તો હું જાનથી મારી નાખીશ. આ રીતે આક્રોશભર્યું વર્તન કરનાર કૃણાલની વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈની ફરિયાદને પગલે શાહપુર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.