સુરતમાં વધ્યો ચોરોનો આતંક: ત્રણ લાખની ચોરી કરનાર ચોરોએ બે મહિનામાં બાદ વધુ એક ચોરી કરી

સુરત(ગુજરાત): સુરત(Surat)માં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ખટોદરા(Khatodara) વિસ્તારમાં શનિદેવ મંદિર(Shanidev Temple)ની સામે, સોમા કાનજી-2માં આવેલી તરણજોત સિરામિક(ceramic) નામની દુકાનમાં તસ્કરે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. દુકાનની પાછળના ભાગે આવેલી લોખંડની ગ્રીલ(Iron grill)ના સળીયા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરના હાથમાં માત્ર 3450 જ આવ્યા હતાં. જોકે, બે મહિના પહેલા 3 લાખથી વધુની ચોરી પણ આ જ મોડસ ઓપરેન્ડી(Modus operandi)થી થઈ હતી. એક જ દુકાનમાં બીજી વાર એક જ રીતથી ચોરી થતાં પોલીસ કામગીરી સામે ઘણા સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, ખટોદરા ઉ.મ.રોડ શનિદેવ મંદિરની સામે આવેલી તરણજોત નામની દુકાનમાં પ્રકાશભાઈ પ્રભુભાઈ કારોરીયા સિરામિકની આઈટમના વેપારી છે. 28મી માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા બાદ અજાણ્યો તસ્કર દુકાનના પાછળના ભાગેથી બારી ખોલી અંદરની લોખંડની ગ્રીલના સળીયા તોડી તેમાંથી અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મૂકેલા વેપાર ધંધાના ક્લેકશનના રોકડા 3450ની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, બે મહિના પહેલા પણ આ જ દુકાનમાં ચોરી થઈ હતી. તે વખતે 3 લાખ 13 હજારથી વધુની રોકડની ચોરી થઈ હતી. જેથી દુકાનદાર દ્વારા અહિં CCTV લગાવવામાં આવ્યાં હતાં. આ વખતે ચોરી કરવા આવેલો શખ્સ શરીર પર ટી શર્ટ અને હાફ પેન્ટ પહેરીને આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલ એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરીને નાસી જતાં શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *