સુરતના ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ રૂપિયાની થઇ ચોરી, બે તસ્કરો સીસીટીવીમાં કેદ

સુરત(ગુજરાત): સુરતમાંથી અવારનવાર ચોરીની ઘટના(Incident of theft) સામે આવતી હોય છે. તેવામાં ફરી એક વાર સુરતમાં 90 લાખ રૂપિયાની ચોરી(Theft of Rs 90 lakh in Surat)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખટોદરા વિસ્તાર(Khatodara area)માં એક બિલ્ડરની ઓફિસ (Builder office)માં આ ચોરી થઈ છે.

રાત્રે બે તસ્કરોએ બિલ્ડરની ઓફિસમાં ઘુડી ગયા હતા. ત્યાંથી તેઓ 90 લાખની રોકડ થેલામાં ભરીને ભાગી ગયા હતા. પોલીસ(Police) આ મામલે તપાસ હાથ ધરી છે. તે દરમિયાન બંને તસ્કરો ત્યાં લગાવેલા સીસીટીવી(CCTV)માં કેદ થયા છે. જેમાં તેઓ રોકડનો થેલા લઈને ભાગતા જોવા મળે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ(CCTV footage)ના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બિલ્ડર ગોપાલ ડોકાણી ઓફિસ સુરત શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર આવેલી છે. તેમાં રોકડની ચોરી થઇ ગઈ છે. ઓફિસમાં મોડી રાત્રે બે વ્યક્તિ ઘૂસી ગયા હતા અને માત્ર અડધી કલાકમાં 90 લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ભાગી ગયા હતા. ખટોદરા પોલીસ મથકે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

પોલીસને જાણવા મળ્યું છે કે, ચોરી માટે કોઈ જાણભેદુએ જ આ ટીપ આપી હશે તેવું લાગી રહ્યું છે. સાથે જ આ કેસમાં અનેક પ્રશ્નો પણ ઊભા થવા લાગ્યા છે. ફરિયાદ મુજબ, રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ચોરી થઈ હતી. તે સમયએ ઓફિસમાં કર્મચારીઓની હાજરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કર્મચારીઓની હાજરી હોય ત્યારે બે વ્યક્તિ 90 લાખ રૂપિયા જેટલી રોકડ લઈને ફરાર થઈ જાય તે માનવામાં આવતું નથી. ઓફિસમાં જ્યારે 10-15 લોકોની હાજર હોય ત્યારે જ બે શખ્સો પાછલા બારણેથી 30 મિનિટમાં 90 લાખની રોકડ લઈને ભાગી ગયા હતા. તેથી જ આ મામલે કોઈ જાણભેદુએ જ આ અંગેની ટીપ આપી હોવાની આશંકા પ્રબળ બનતી જાય છે.

જાણવા મળ્યું છે કે, ઓફિસમાં બંને વ્યક્તિ પાછલા દરવાજેથી બિલ્ડરની દાખલ થયા હતા. ત્યારબાદ બંનેએ ટેબલના ડ્રોઅરમાં મૂકેલી સેફની ચાલી લેવામાં આવી હતી. આ પછી સેફમાં રહેલી તમામ રોકડની ચોરી કરી હતી. આ રોકડ લગભગ 90 લાખ રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ બંને પાછળા દરવાજેથી જ ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ માલિકને સોમવારે થઈ હતી. બિલ્ડરના કર્મચારીઓએ જ્યારે સેફ ખોલ્યું ત્યારે તેમાંથી 90 લાખ રૂપિયા ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *