મળતી વિગતો અનુસાર સુરત તક્ષશિલા કોમ્પ્લેકસની આગ માં હોમાયેલા ૨ થી વધુ બાળકોના ન્યાય મતે કેસ લડી રહેલા અડાજણના જૈનબ બંગ્લોઝમાં રહેતા એડવોકેટ યાહયા મુખ્તિયાર શેખની ઘર પાસે પાર્ક કરેલી ઈનોવા કારના કાચને હીરાકણીથી કાપીને તેમાંથી કોર્ટમાં ચાલતા કેસોના કાગળોની ફાઇલો અજાણ્યો ચોરી કરી ભાગી જતા રાંદેર પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.
બેગમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગમાં 22 મોત થયા તેના પરિવારજનો કરેલી એફિડેવિટ સહિતના અગત્યના કાગળો હતા. ઉપરાંત બીજા અન્ય કેસો ના કાગળો પણ હતા.
કારમાંથી ચોરી થયેલ બેગમાં ચોરો કિંમતી સામાન કાઢી બેગને બિનવારસી મુકી દેતા હોય છે. અગાઉ શહેરમાં આવા ઘણા બનાવો બન્યા છે. જેમાં ચોરો બેગમાં કિંમતી સામાન કાઢી લઈને ડોક્યુમેન્ટો બેગમાં મુકી દેતા હોય છે. ત્યારે એડવોકેટની કારમાંથી જે બેગની ચોરી થઈ તેમાં માત્ર કોર્ટમાં ચાલતા કેસોના કાગળો હતા, તે સિવાય કશુ ન હતું. આથી આ કેસ ના કાગળો ચોરી થતા કેસના કાગળો ચોરી કરી ચોરનો ઈરાદો શું છે તે ગંભીર બાબત છે.અને આ તપાસ ની અંદર પાછી બીજી તપાસ ઉમેરાઈ છે.અને આ તપાસ હજી પૂર્ણ નથી થઇ ત્યાં પાછી બીજી તપાસ ઉમેરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.