ભરૂચના ઝૂપડપટ્ટીમાં રહેતા ડ્રાઇવર પર 200 કરોડની કરચોરીનો આરોપ !

એક બાજુ રાજ્ય સરકાર GST ના કારણે આર્થિક નુકશાન થવાની વાત કરે છે તો બીજી બાજુ કરોડો રૂપિયાના ટેક્સ ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવોજ…

એક બાજુ રાજ્ય સરકાર GST ના કારણે આર્થિક નુકશાન થવાની વાત કરે છે તો બીજી બાજુ કરોડો રૂપિયાના ટેક્સ ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવોજ એક કિસ્સો ભરૂચમાં સામે આવ્યો. રાજ્યમાં જીએસટી સત્તધીશો મોટાપાયે દરોડા કામગીરી હાથ ધરી હતી, જેમાં 282 સ્થળોએ દરોડા પાડી 6030 કરોડનું બોગસ બીલિંગ પકડી પડયું, પરંતુ આ બધા દરોડા કામગીરીમાં એક જગ્યાએ તો ખુદ GST અધિકારીઓ જ ચોંકી ગયા, જે વ્યક્તિ વિરુદ્ધ 200 કરોડની કર ચોરીનો આક્ષેપ હતો તે શખ્સ કોઇ બંગલામાં નહીં પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને તેનો પગાર માત્ર 4000 રૂપિયા હતો જે ડ્રાઇવરની નોકરી કરતો હતો.


ભરૂચના ગોહિલ એન્ટરપ્રાઇઝે રૂપિયા 200 કરોડની કર ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો, પરંતુ જેની સામે આટલી મોટી કર ચોરીનો આક્ષેપ છે તે યુવક માત્ર રૂપિયા 4 હજારના પગારદાર ડ્રાઇવર છે. હકીકતમાં તપાસ બાદ જાણવા મળ્યું કે આ યુવકના દસ્તાવેજોનો દૂર ઉપયોગ કરીને કેટલાક ભેજબાજોએ કંપની ખોલીને કર ચોરી કરી હતી. કર ચોરી કરનારા પકડાયા નથી અને પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકને ત્યાં દરોડા પાડવા ગયેલી ટીમને પાછા ફરવું પડ્યું હતું.

આ કૌભાંડમાં ભરૂચની ગોહિલ એન્ટરપ્રાઇઝે ઓન લાઈન બિઝનેસ કરી રૂપિયા 200 કરોડની જી એસ ટી ચોરી કર્યાનો ખુલાસો થયો છે. પરંતુ ગોહિલ એન્ટરપ્રાઇઝ ના નામે રૂપિયા 200 કરોડની જીએસટી ચોરી ની કૌભાંડ કેટલાક અજ્ઞાત ભેજબાજો કરી ગયા જેનો આક્ષેપ ભરૂચના સ્લમ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા ગરીબ યુવાન સુરેશ ગોહિલ પર લાગ્યો છે.

ભરૂચ અને નડિયાદ જીએસટી વિભાગના અધિકારીઓએ તપાસ કરતા ગોહિલ એન્ટરપ્રાઇઝના નામે રૂપિયા 200 કરોડની જીએસટી ચોરી કરનાર કંપનીનો માલિક વસંત મિલની ચાલમાં ઝૂંપડામાં પરિવાર સાથે રહેતો અને છૂટક ગાડીઓની વર્ધિઓ કરી માસિક રૂપિયા 4000 કમાનાર સુરેશ ધુણાભાઈ ગોહિલ હોવાનું બહાર આવ્યું.

સમન્સ લઈને સર્ચ ઓપરેશન કરવા આવેલા અધિકરીઓ પણ ઓઠા પડી ગયા હતા. સુરેશની તપાસ દરમ્યાન જીએસટીની ટિમ દ્વારા અમિત જાડેજા નામના શખ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ ચોપડી પાસ યુવક જીએસટીનો અર્થ પણ જાણતો નથી ત્યારે 200 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો આક્ષેપ છે તે સુરેશ ગોહિલે કહ્યું કે વધુ તપાસ માટે તેને મંગળવારે ભરૂચ જીએસટી કચેરીએ બોલાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *