શું ખરેખર કપિલ શર્માએ “ધ કાશ્મીર ફાઇલ્સ” ને પ્રમોટ કરવાની ના પાડી? અનુપમ ખેરે કર્યો મોટો ઘટસ્ફોટ

“ધ કાશ્મીર ફાઇલ્સ” પોતાના શો માં પ્રમોટ કરવા માટે ના કહી દેનાર પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા ને હાલ લોકો અને ટ્રોલરસ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે, અને લોકો કપિલને ખરી ખોટી સંભળાવી રહ્યા છે, ત્યારે આ બાબતે “ધ કાશ્મીર ફાઇલ્સ”ના અભિનેતા અનુપમખેરે આખરે મૌન તોડ્યું છે, અને લોકોને સત્ય હકીકત જણાવી છે.

કોમેડી કિંગ કપિલશર્મા ઘણીવાર વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે તો “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મને કારણે તેઓ સતત લોકોના મોઢે ખરી ખોટી સાંભળી રહ્યા છે,અને ટ્રોલરના નિશાને જબરદસ્ત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલાજ “ધ કાશ્મીર ફાઇલ્સ” ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આરોપ લગાવ્યો હતો કે, કોમેડી કિંગ કપિલ શર્માએ તેમને પોતાના શોમાં તેમની ફિલ્મનું પ્રમોશન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા નહિ. કપિલ શર્મા વિરુદ્ધ વિવેક અગ્નિહોત્રીના ટ્વિટ બાદ કપિલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

લોકો કહી રહ્યા છે કે, કપિલના શો ને બોયકોટ કરવામાં આવે, હાલમાં જ એક યુઝરે કપિલ પર આરોપ લગાવ્યો અને પૂછ્યું કે શું તે “ધ કાશ્મીર ફાઇલ્સ” પ્રમોટ કરવાથી ડરે છે? ત્યારે કપિલે ખૂબ પ્રેમથી જવાબ આપ્યો. યુઝરના ટ્વીટને રીટ્વીટ કરતા કપિલે લખ્યું,રાઠોડ સાહેબ આ સાચું નથી,પણ તમે પૂછ્યું. એટલે કહું છું, બાકી જે લોકોએ સત્ય સ્વીકારી લીધું છે, તેમને સ્પષ્ટતા કરવાનો શું ફાયદો? એક અનુભવી સોશિયલ મીડિયા વપરાશકર્તા તરીકે એક સલાહ આપું છું કે, સોશિયલ મીડિયાની આ દુનિયામાં ક્યારેય પણ કોઈપણ ઘટનાને એક સાઇડથી જોઈને ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. કે ક્યારેય પોતાની પ્રતિક્રિયા આવેશ કે ગુસ્સામાં આવીને ના આપવી જોઈએ.

લોકો કપિલને સતત ટ્રોલ કરી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર અલગ અલગ જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.ત્યારે આખરે ફિલ્મના કલાકાર અનુપમ ખેરે પોતાની ચુપ્પી તોડી છે. અને એક ટીવી ઈન્ટરવ્યુમાં સત્ય જણાવ્યું અને લોકો સમક્ષ મૂકતા કહ્યું કે, કપિલનો ફોન બે મહિના પહેલાં જ તેમના પર આવ્યો હતો. આ ફિલ્મને પોતાના શોમાં પ્રમોટ કરવા માટે પરંતુ અનુપમ ખેરે કહ્યું કે, આ ફિલ્મ ખૂબજ સીરિયસ અને ગંભીર મુદ્દા પર બનાવવામાં આવી છે. જેથી આ ફિલ્મને કોમેડી જેવા પ્લેટફોર્મ પરથી પ્રમોટ કરવી મારા મતે યોગ્ય નથી. જેના કારણે તેઓ પોતે આ શોનો હિસ્સો બનવા માંગતા નથી.

અનુપમ ખેર કહી રહ્યા છે કે, શું તમને લાગે છે કે કપિલ શર્મા એક કોમેડી શો છે તેવા માહોલમાં જઈને આ ગંભીર મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવે? અનુપમ ખેર જણાવી રહ્યા છે કે, એમના મેનેજર પર ૨ મહિના આગાઉ જ આ બાબતે ફોન આવતા અનુપમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે ફિલ્મ ખૂબ સિરિયસ છે. અને આ એક ફની શો છે અને મારા માટે આવા મુદ્દે ફની શો કરવો મુશ્કેલ છે.

“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મના લીડ રોલ એવા અનુપમ ખેરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, કપિલ શર્માએ તો તેમને આમંત્રિત કર્યા હતા.પરંતુ ફિલ્મ નો મુદ્દો ગંભીર અને સિરિયસ હોવાથી એક કોમેડી પ્લેટફોર્મ પર પ્રમોશન વેસ્ટ છે. એટલા માટે તેમને “ધ કાશ્મીર ફાઇલ્સ” એક કોમેડી પ્લેટફોર્મ પરથી પ્રમોટ કરવાનું યોગ્ય લાગ્યું નહીં.

પોતાના ઉપર લાગેલા જુઠ્ઠા આરોપોની સચ્ચાઈ દુનિયા સામે લાવી અને લોકોને સત્યથી વાકેફ કર્યા તે માટે કપિલે અનુપમ ખેરને ધન્યવાદ કહ્યા છે.અને દિલથી આભાર માન્યો છે,અને મીડિયા ઇન્ટરવ્યૂ નો વિડીયો શેર કરીને કપિલે કેપશનમાં લખ્યું છે. કે “થેક્યું પાજી મારી વિરૂધ્ધ તમામ જૂઠા આરોપોને ને હટાવીને સત્ય સામે લાવવા માટે આભાર અને જે લોકોએ સત્યથી અજાણ હોવા છતાં મારી સાથે ઉભા રહ્યા અને મને આટલો પ્રેમ આપ્યો. ખુશ રહો અને હસતા રહો”

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અત્યાચાર પર આખું ફિલ્મ બનાવવામાં આવ્યું છે.આ ફિલ્મમાં બોલિવૂડના અનુપમખેર, મિથુન ચક્રવર્તીના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે, લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. અને ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે પણ ધીરે-ધીરે ખૂબજ આગળ વધી રહી છે, અને ખૂબ જ થોડા સમયમાં ફિલ્મ સો કરોડ પાર બજેટવાળી ફિલ્મમાં સામેલ થઈ જશે,અને ધીરે ધીરે દેશના તમામ લોકોનો ફિલ્મને સહકાર મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *