વિદેશમાં રહેતા ગુજરાતીઓ થઇ જજો સાવધાન! પાર્ટટાઇમ નોકરી કરનારા ભારતીય યુવાનો પર સતત થઇ રહ્યા છે હુમલાઓ

કેનેડામાં ભારતીય લોકો પર જીવલેણ હુમલા વધતી રહ્યા છે અને તે ઘટનાઓથી ભારતીય લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં જીવલેણ હુમલાની…

કેનેડામાં ભારતીય લોકો પર જીવલેણ હુમલા વધતી રહ્યા છે અને તે ઘટનાઓથી ભારતીય લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં જીવલેણ હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે. એ વાતની જન હજી નથી થઇ કે, ગુનેગારોનું નિશાન માત્ર ભારતીયો જ છે કે આ રંગભેદની ઘટનાઓ છે. કેનેડામાં આ એક ચિંતાનું કારણ છે.

કેનેડામાં રહેતા ભારતીય યુવાનો અભ્યાશની સાથે સાથે ગુજરાન ચલાવા માટે પાર્ટટાઇમ નોકરીઓ કરી રહ્યા છે અને તેથી મોટા ભાગના લોકો મોડી રાત સુધી કામ કરે છે. આ મહીને આલ્બર્ટામાં સનરાજ સિંહ નામના 24 વર્ષના યુવાની  હત્યા થઇ હતી. અને ડિસેમ્બરમાં ઓન્ટારિયોમાં 21 વર્ષના મિસિસૌગામાં પવનપ્રીત કૌરની ગોળી મારીને હત્યા કરવામ,અ આવી હતી.

તે ઉપરાંત નવેમ્બરમાં બ્રિટિશ કોલમ્બિયામાં 18 વર્ષના મહકપ્રીત સેઠીની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી. સાઉથ એશિયન હેરિટેજ એસોસિયેશન ઓફ હેમિલ્ટન એન્ડ રિજનના પ્રેસિડેન્ટ ખુરશીદ અહમદના કહેવા અનુસાર સર્વિસ સેક્ટરમાં ઘણા ભારતીયો છે અને તેમને કામ માટે મોડી રાત સુધી ઘરની બહાર રહેવું પડે છે. અને તેમની વિરુદ્ધ હિંસા વધી રહી છે.

યુવરાજ મોંગિયા જે ગ્રેટર ટોરોન્ટોના સ્કારબરોમાં રહે છે અને ડિલિવરી સર્વિસ તરીકેનું કામ કરે છે તેને જણાવ્યું કે, ગેસ સ્ટેશન અને મોટા સ્ટોર જેવાં સ્થળે રાતની પાળીમાં ફક્ત એક વ્યક્તિ ફરજ પર હોય છે અને તેથી ખતરો ઘણો વધી જાય છે. મહકપ્રીત સાથે ખુબજ ખોટું થયું, અહિયાં અમારો જીવન સુરક્ષિત નથી, તો અહી રહેવાનો શું ફાયદો.

વધુ વાત કરતા અહમદએ કહ્યું કે, હું અલીગઢથી 50 વર્ષ પહેલાં અહીં આવ્યો હતો. ત્યારે એશિયનો વિરુદ્ધ રંગભેદ ચરમસીમાએ હતો. આવી ઘટનાઓ ઘણી વાર સામે આવી છે. પરંતુ છેલ્લા દસકામાં ફરી આવી હિંસા વધી છે. મળેલી માહિતી અનુસાર કેનેડામાં 18.5 લાખ ભારતીયોની વસતી છે.

કુલ વસતીના 5% છે. 2.3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે અને ઘરખર્ચ કાઢવા માટે પાર્ટટાઇમ નોકરીઓ કરે છે. કેનેડા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીયો માટે શિક્ષણ, નોકરી અને સ્થાયી નિવાસના એક મહત્ત્વના દેશ તરીકે રહ્યું છે. મળેલા આંકડા અનુસાર પાંચ વર્ષમાં કેનેડામાં આવીને વસનારા દર પાંચમાંથી એક ભારતીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *