સુરતના પુણા માં ફ્લેટની અંદર કૂટણખાનું ચાલતું હોવાના આક્ષેપો સાથે એપાર્ટમેન્ટના લોકો અને પાડોશીઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જો કે પોલીસની પ્રથમ તપાસમાં અંદરોઅંદરના ઝઘડામાં આ પ્રકારની વાત કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસને કુટણખાનું ચાલતુ હોવાના કોઈ ચોક્કસ પુરાવા હાથ લાગ્યા નથી. પોલીસે ફ્લેટમાં રહેતી મહિલાઓને જાણકારી મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના પુણા બુટ ભવાની પાસે શિવ રંજની સોસાયટીમાં એક મહિલા પોતાના ફ્લેટમાં કૂટણખાણું ચલાવી રહી છે અને આ ફ્લેટમાં ચાલતાં કુટણખાના પર જનતા દ્વારા રેડ કરવામાં આવી છે પોલીસ કંટ્રોલ રૂમે પુણા પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. તાત્કાલિક સર્વેલન્સ વિભાગનો સ્ટાફ સાથે પોલીસની પીસીઆર વાન અને પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. જ્યાં પોલીસે શિવરંજની એપાર્ટમેન્ટમાં તપાસ હાથ ધરતા આવું કશું જ ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના અંગે પોલીસે વધુમાં જણાવતાં કહ્યું હતું કે, ચાલતા કૂટણખાના પર જનતા રેડ થઇ હોવાનું અમને મળ્યો હતો પરંતુ આવતા જ ફ્લેટમાં કુટણખાના ની વાતો ચાલીએ તે પ્લેટમાં બહારથી તાળું માર્યું હતું. બાજુમાં રહેતા લોકો અને ફ્લેટમાં રહેતી મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે મહિલાને હેરાન માટે આ પ્રકારની વાત કે કોલ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં આ ફ્લેટમાં રહેતી મહિલા કોણ છે તે અંગે કોઇ જાણકારી મળી નથી. ઝઘડા બાદ ઘરની બહાર નિકળતા પહેલા પાડોશી ફ્લેટને લોક મારી દીધો હતો. પુણા પોલીસે ઘરમાં પણ કરતાં કૂટણખાનું ચાલતું હોય તેવા કોઈપણ ચોક્કસ પુરાવા હાથ લાગ્યા ન હતા. પેટમાં મહિલાનો કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.