ધોરણ 10માં પાંચ-પાંચ વાર નાપાસ થયેલા વિદ્યાર્થીએ છેવટે એવું કરી બતાવ્યું કે સમગ્ર દેશમાં થઈ રહી છે વાહ વાહ!

આજના આધુનિક સમયમાં દેશના યુવાનો ટેકનોલોજીનાં સદ્પયોગથી અનેકવિધ સાધનોની શોધ કરી રહ્યાં કે ત્યારે હાલમાં આવા જ એક સમાચાર રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવ્યા છે. સામાન્ય રીતે આજની યુવા પેઢી અભ્યાસ કરવામાં નિષ્ફળ જાય તો જીવનથી હતાશ થઈને ન કરવાનું કરી બેસતાં હોય છે પણ શહેરનો એક યુવક ભણવામાં એકવાર નહીં પણ 5 વખત નિષ્ફળ નીવડ્યો હોવા છતાં હતાશ થવાને બદલે એવું કાર્ય કરી બતાવ્યું કે, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે.

વડોદરા શહેરનાં ધોરણ10 માં કુલ 5 વખત નાપાસ થયેલો પ્રિન્સ પંચાલ હાલમાં તેની ગણતરી ભણવામાં નિષ્ફળ વિદ્યાર્થીઓમાં નહીં પણ કઈક નવું કરવાની ઇચ્છા ધરાવતા વ્યક્તિઓમાં થઈ રહી છે. પ્રિંસે સી પ્લેન પછી હવે એરપોર્ટ પર થતી બર્ડ હિટની ઘટનાને અટકાવવા માટે ઈગલ પ્લેન તૈયાર કર્યું છે.

પ્રિન્સ પંચાલને નાનપણથી જ પ્લેનમાં બેસવાનો તથા પ્લેન કઈ રીતે હવામાં ઉડે તેનાં અંગે જાણવાની તીવ્ર ઈચ્છા હતી. જેને કારણે તેને મનમાં મક્કમ વિચાર કર્યો હતો કે, તે પોતે પ્લેન બનાવશે. પ્રિન્સની આ જિજ્ઞાસામાં તેનો સહકાર તેના દાદાએ આપ્યો હતું તેમજ ત્યારપછી પ્રિન્સે એક નવી શરૂઆત કરી હતી.

શરૂઆતમાં પ્રિન્સે ડ્રોન બનાવ્યા પછી PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેનની આબેહૂબ રેપ્લીકા તૈયાર કરીને હાલમાં તૈયાર કર્યું છે. ઈગલ પ્લેન. ઈગલ પ્લેન તૈયાર કરવા માટે તેને પ્રેરણા તથા પૂરો સાથ સહકાર તેમના દાદાએ આપ્યો છે. અત્યાર સુધી પ્રિંસે અનેક ડ્રોન તથા પ્લેન તૈયાર કર્યા છે.

જેમાના સી પ્લેને ખુબ ચર્ચા જગાવી હતી. કાંકરિયાથી લઈને કેવડિયા સુધીના સી પ્લેન ની શરૂઆત થાય તેની પહેલા જ પ્રિંસે વડોદરામાં આબેહૂબ પ્લેન તૈયાર કર્યું હતું. જેને લીધે સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરી હતી. સામાન્ય રીતે પ્લેનને ટેક ઓફ તથા લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટની દુર્ઘટના થવાની શક્યતા રહેતી હોય છે.

જેને અટકાવવા માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરીને પક્ષીઓને ભગાડવામાં આવે છે. આ વિસ્ફોટને લીધે પક્ષીઓના સ્વાસ્થ્યને ખુબ નુકસાન થાય છે. તેને ટાળવા માટે પ્રિંસે ઈગલ પ્લેન તૈયાર કર્યું છે. ઈગલ પ્લેન આબેહૂબ ઈગલ જેવું જ દેખાય છે તેમજ તેમાંથી પેદા થતા અવાજને લીધે પક્ષીઓ તેની નજીક આવવાનું ટાળે છે. જો ભવિષ્યમાં આ ઈગલ પ્લેનનો ઉપયોગ રન વે પર કરવામાં આવે તો બર્ડ હિટની ઘટનાઓને ટાળી શકાય તેવું પ્રિન્સ પંચાલ જણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *