ગુજરાત ભાજપના સાંસદોની ધમકી- “મારા કારણે જ તમને લોકસભાની ટીકીટ મળી છે”

હવે તો સાંસદ અને ધારાસભ્ય સત્તાની આડમાં વાણી વિલાસ કરી અધિકારીઓ પર વટ જમાવી રહ્યાં છે. મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતીના દુષ્કર્મ અંગે રજૂઆત કરવા…

હવે તો સાંસદ અને ધારાસભ્ય સત્તાની આડમાં વાણી વિલાસ કરી અધિકારીઓ પર વટ જમાવી રહ્યાં છે. મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતીના દુષ્કર્મ અંગે રજૂઆત કરવા ગયેલાં સાંસદ અને ધારાસભ્યોએ પોલીસ અધિકારીને રીતસર ધમકાવ્યા હતાં જેના કારણે મુખ્યમંત્રી ખુબ નારાજ થયા હતાં. પ્રતિનીધી મંડળ માંથી બાકબાકી કરાતાં ભાજપના બે સાંસદોએ જાહેરમાં બોલાચાલી કરી હતી.

એટલું જ નહી, બન્ને સાંસદો વચ્ચે અભદ્ર ભાષામાં શાબ્દિક યુદ્ધ પણ જામ્યું હતું. મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મના મામલે ભાજપના સાંસદ કિરીટ સોલંકીના વડપણ હેઠળ દલિત પ્રતિનિધી મંડળ 11મી જાન્યુઆરીએ ઉચ્ચ પોલીસ અિધકારીને રજૂઆત કરવા ગયા હતાં.

વડોદરા શહેરના નાયબ મેયર ડૉ.જીવરાજ ચૌહાણ, ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ મંત્રી એવા ગીરીશ પરમાર સહિતના દલિત નેતાઓનુ પ્રતિનિધીમંડળ રજૂઆત કરવા ગયું હતું. જોકે, તે સમયે સાંસદ કિરીટ સોલંકીના આગ્રહથી રાજ્યસભાના સાંસદ શંભુ ટુડિંયાની બાદબાકી કરવામાં આવી હતી.

આ રજૂઆત કર્યા બાદ આ પ્રતિનીધીમંડળ ના સભ્યો ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા ગયા હતાં. જોકે, નારાજ થયેલ મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીને ગેરવર્ણતૂક કરીને આવેલાં સાંસદ-ધારાસભ્યોને મળવાનો સમય જ આપ્યો ન હતો.

પણ એક કલાકથી વધુ સમય સુધી વેઇટીંગ રૂમમાં બેસી રહેવુ પડયુ હતું. તે સમયે રાજ્યસભાના સભ્ય શંભુનાથ ટુડિયા પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી પહોચ્યા હતાં. આખરે મુખ્યમંત્રીએ પ્રતિનિધીમંડળને મુલાકાત આપી વાત કરી હતી.

ગાંધીનગર સરકીટ હાઉસના પ્રાંગણમાં જ શંભુનાથ ટુંડિયાએ એવો રોષ ઠાલવ્યો કે, મોડાસા ગયાં ત્યારે મને કેમ કોઇએ યાદ કર્યો નહીં. અત્યારે મિટીંગમાં આવવાનુ આમંત્રણ પાઠવો છો. આટલું કહેતાં જ સાંસદ કિરીટ સોલંકી અને રાજ્યસભાના સભ્ય શંભુ ટુડિયા વચ્ચે અભદ્ર ભાષામાં બોલાચાલી થઇ હતી.

શંભુ ટુડિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે, મારા કારણે તમને લોકસભાની ટિકીટ મળી છે. તમને આવુ વાણી વિલાસ શોભતું નથી. ભાજપના સાંસદોને જાહેરમાં બાખડતા જોઇને અન્ય સભ્યો પણ સ્તબ્ધ થઇ ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *