હાર્દિક ફરી એક વાર જેલ હવાલે- વધુ જાણકારી મેળવો અહી

પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ Hardik Patel પર નોંધાયેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં…

પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ Hardik Patel પર નોંધાયેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ એ પકડ વોરંટ કાઢ્યું હતું. અમદાવાદ સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને ગણતરીની મીનીટોમાં જ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. હાર્દિક ને હાલમાં મળતી જાણકારી અનુસાર સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.

કોર્ટે હાર્દિક પટેલનું વોરંટ કાઢતા નોંધ્યું છે કે, હાઇકોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી હતી કે, કોર્ટને સહકાર આપવાનો, મુદતમાં નિયમિત હાજર રહેવાનું સહિતની શરતોનું પાલન કર્યું નથી. આ સંજોગોમાં આરોપી ઇરાદાપૂર્વક સામાન્ય કામનું કારણ બતાવી અરજીઓ કરી કેસ ચલાવવા માગતા નથી. દિવસ દરમિયાન શહેરની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

શનિવારે કોર્ટમાં ગેરહાજર રહેલા હાર્દિકના વકીલે મુદત માગવા માટે અરજી કરી હતી, જેનો વિરોધ કરતા સરકારી વકીલ રજૂઆત કરી હતી કે, આરોપી કેસને લંબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જામીન પર મુક્ત કરતી વખતે આપેલી શરતોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આથી આરોપી સામે પકડ વોરંટ કાઢવામાં આવે. કેસની વધુ સુનાવણી 24મીએ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના સહઆરોપી દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *