પાકિસ્તાનને સમય આવતા પાઠ ભણાવવા ભારતીય વાયુસેના ખરીદશે 200 લડાકુ વિમાન

ભારતીય સંરક્ષણ સચિવે કહ્યું છે કે ભારતીય એરફોર્સમાં વધારે 200 ફાઇટર જેટનો સમાવેશ કરવામાં આવશે. આ ફાઇટર જેટનો ઉપયોગ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ કરવામાં આવશે…

ભારતીય સંરક્ષણ સચિવે કહ્યું છે કે ભારતીય એરફોર્સમાં વધારે 200 ફાઇટર જેટનો સમાવેશ કરવામાં આવશે. આ ફાઇટર જેટનો ઉપયોગ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ કરવામાં આવશે જેનાથી ભવિષ્યમાં પાકિસ્તાન જેવા દેશને યોગ્ય જવાબ આપવામાં મદદ મળી રહેશે.

આ ખરીદીની જાણકારી ભારતના સંરક્ષણ સચિવ અજય કુમારે આપી છે. આ નવા 200 યુદ્ધ વિમાનની ખરીદી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે પાકિસ્તાન સરહદે વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યું છે અને સતત ગોળીબાર કરી રહ્યું છે.

સંરક્ષણ મંત્રાલયના સચિવે વધુમાં જણાવ્યું હતું કે આ વિમાનો માટે હિંદુસ્તાન એરોનોટ્કિસ (એચએએલ) સાથે એક કોન્ટ્રાક્ટ ફાઇનલ સ્ટેજ પર છે. એચએએલ એરફોર્સ માટે 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 1 બનાવશે. 110 બીજા એરક્રાફ્ટના ઉત્પાદન માટે એક્સ્પ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના આધારે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મોકલવામાં આવશે અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સંરક્ષણ સચિવે વધુમાં કહ્યું કે ટોટલ આશરે 200 જેટલા વિમાન એરફોર્સને સોપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વર્તમાન અને જરૂરી માગણીને પુરી કરવા માટે એચએએલ સાથે કોન્ટ્રાક્ટની પ્રક્રિયા જડપથી ચાલી રહી છે. એર ફોર્સને વહેલી તકે વિમાન મળવાનું શરૂ થઇ જશે. એચએએલ સાથે આ વર્ષે જ કોન્ટ્રાક્ટ થઇ જશે. ડિઝાઇન ફાઇનલ થઇ ગયા બાદ એચએએલ દર વર્ષે 8 થી 16 એરક્રાફ્ટ બનાવશે.

જો આઉટ સોર્સિંગની જરૂર પડી તો અમે તેને પણ આગળ વધારીશું. વર્તમાન સમયમાં એરફોર્સ પાસે  સુખોઇ- 30, મિરાજ 2000, મિગ-29, જગુઆર અને મિગ-21 વાઇસન લડાકુ વિમાન છે. 1999ના કારગિલ યુદ્ધમાં મહત્વપૂર્ણ પ્રદાન આપનાર સાત મિગ 27 વિમાનોને 27મી ડિસેમ્બર 1999ના રોજ નિવૃત કરવામાં આવ્યા હતા.

બીજી તરફ એર ફોર્સના ચીફ આરકેએસ ભદોરિયાએ જણાવ્યું હતું કે તામિલનાડુના થંજાવુરમાં સુખોઇ 30 લડાકુ વિમાન ઉડાવવામાં માહિર એક નવી ટુકડી તૈયાર કરવામાં આવી રહી છે. આ ટુકડી ભારતીય એરફોર્સની સંચાલન શક્તિમાં વધારો કરશે. થંજાવુરમાં એક નવી સુખોઇ 30 ટુકડી તૈયાર કરી રહ્યા છીએ. જેની મુખ્યત્વે નેવીના અભિયાનોમાં કાર્યરત રહેશે.

આ ટુકડી વાયુ સેનાના દક્ષિણ કમાનનો ભાગ હશે અને તેનાથી એરફોર્સની શક્તિમાં પણ વધારો થશે. સાથે જ એક એંજિન વાળુ તેજસ એરક્રાફ્ટ ટુંક સમયમાં નિવૃત થનારા મિગ 21ની જગ્યા હશે.  બીજી તરફ આઇએનએસ વિક્રમાદિત્ય પર યુદ્ધ વિમાન તેજસે લેન્ડિંગ કરતા જ ભારત પણ મોટા જહાજ પર ઉતરવામાં સક્ષમ વિમાન તૈયાર કરનારો દેશ પણ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *