ગુજરાતમાં આ જગ્યાએ તાત્કાલિક 1200 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે- CM રૂપાણી

ગુજરાતમાં કોરોના વાયરસના એક પછી એક નવા નવા કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ…

ગુજરાતમાં કોરોના વાયરસના એક પછી એક નવા નવા કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં 3, સુરતમાં 1 અને રાજકોટમાં 1 કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે.

રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કોરોના વાઈરસ માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે 1200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટેનો સ્ટાફ મુકવામાં આવશે.

ગુજરાતમાં કુલ 11 પોઝિટિવ કેસ

અમદાવાદ -6

વડોદરા – 3

રાજકોટ – 1

સુરત – 1

કોરોનાના લક્ષણો

તાવ

માથામાં દુઃખાવો

સુકી ખાંસી

ગળામાં દુઃખાવો

શ્વાસ લેવામાં મુશ્કેલી

સ્નાયુઓમાં દુઃખાવો

તાવ વધતા ન્યૂમોનિયાનું સ્વરૂપ લે છે

કિડની સાથે જાડાયેલી તમામ પરેશાનીઓમાં વધારો

ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત થાય છે વધુ ગંભીર

ચારેય શહેરોમાં મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

કોરોના મામલે પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે.

જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *